હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૨/૦૬/૨૦૨૨ ને બુધવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા અંગે કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૫/૦૬/૨૦૨૨ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહિ. ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા.૧૫/૦૬/૨૦૨૨ સુધીમાં મામલતદાર, ઉમરાળાને રજુ કરવા જણાવવામાં આવેલ છે .
બ્યુરો ચીફ (ભાવનગર): હકીમ ઝવેરી
