નાણાં ધીરધાર કરનારાઓની રજિસ્ટ્રેશન અને રીન્યુઅલની અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત રાજ્યમાં નાણાં ધીરધાર પ્રવૃત્તિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો -૨૦૧૩ અમલમાં છે. જે અંતર્ગત નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરવા માટે અરજીઓ રજિસ્ટ્રાર ઓફ મની લેન્ડ્રર્સ અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, ભુજ, કચ્છને હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે. ડિજિટલ ઈન્ડિયા અને પેપરલેસ વહીવટના ભાગરૂપે માન. મુખ્યમંત્રી દ્વારા તા. ૦૯/૦૨/૨૦૨૨ના રોજ રાજ્યમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ- ૨૦૧૧ અને નિયમો- ૨૦૧૩ની જોગવાઈઓના અસરકારક અમલ માટે “E-COOPERATIVE PORTAL” લોન્ચ કરવામાં આવ્યું છે. જેના લીધે તમામ નાણાં ધીરધાર કરનારાઓએ કાયદા…

Read More

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘સાંસદ ખેલ સ્પર્ધાનું ભાવનગર ખાતે સમાપન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય અને બોટાદ મતવિસ્તાર સંસદીય મતવિસ્તારને સમાવતી સાંસદ ખેલ સ્પર્ધાનું તા. ૧૮ મી જૂન થી ૨૬ મી જૂન એમ ૯ દિવસ સુધી વિવિધ દેશી અને વિસરાતી જતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ ખેલ સ્પર્ધામાં ખોખો, વોલીબોલ, સંગીત ખૂરશી, ગોળા ફેક, રસ્સા ખેંચ અને દોડ એમ ૬ રમતો અને ભાવનગર ખાતે સ્વિમિંગ અને બોટાદ ખાતે રેસલિંગ મળી કુલ ૮ રમતોમાં ૧૦,૧૬૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી આજે તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા થયેલા ૧,૫૬૩ વિદ્યાર્થીઓ ફાઇનલમાં તેમની પ્રતિભા બતાવી હતી. સિદસર ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ…

Read More

સાંતલપુર તાલુકાના એવાલ, જાખોત્રા, નવા જાખોત્રા, ચારણકા ગામોની મુલાકાત કરતા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર તા.26/06/2022 ના રોજ સાંતલપુર તાલુકાના એવાલ, જાખોત્રા, નવા જાખોત્રા, ચારણકા ગામોની મુલાકાત કરતા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ પીવાના પાણી અને સિંચાઇના પાણીના પ્રશ્નોના સત્વરે નિકાલ કરવાની ખાત્રી આપી હતી. જેમાં બાબુભાઈ આહીર (કા.પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ) વાલાભાઈ આહીર, આદિત્ય ઝૂલા, ડામરાભાઈ ચૌધરી, ભચાભાઈ લાલાભાઈ આહીર (દાત્રાણા) હમીરભાઇ આહીર, નાગદાનભાઈ, ખીમાભાઇ રબારી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Read More

સમી તાલુકાના બાસ્પા ગામે આવેલ આનંદ ગુરુ આશ્રમ ખાતે વઢિયાર રામાનંદી સાધુ સમાજ મહિલા સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, રાધનપુર વઢિયાર રામાનંદી સાધુ સમાજ નારી શક્તિ સંગઠન મજબૂત બનાવવા માટે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ ખાતે આવેલ ગુરુ આશ્રમ ખાતે સમાજ સુધારણા નારી સુરક્ષા સમાજ માં ચાલતા કુરિવાજ દુર કરવા માટે તેમજ વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ ચંદુલાલ દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલ તેનો મહિલા સંગઠન દ્વારા રોષ વ્યકત કરવા મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વઢિયાર રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ સાધુ ચંદુભાઈ સામે વઢિયાર રામાનંદી સાધુ સમાજ ની મહિલા ઉપર કરેલ અભદ્ર ટિપ્પણી ને લઈને વઢીયાર રામાનંદી સાધુ સમાજ…

Read More

તા. ૨૮ ના રોજ રાજ્યમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને ‘કેશક્રેડિટ કેમ્પનો’ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગુજરાતના પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને તા.૨૮ મી જુન, ૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૯:૩૦ કલાકે બોટાદ જિલ્લાના સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, વ્હાઇટ હાઉસ ખાતે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ નો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાવનગરના સંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર,બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ અને ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની પ્રેરક ઉપસ્થિતી રહેશે.…

Read More

તા.૨૫ જૂનનાં રોજ ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ

હિન્દ ન્યુઝ, શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત ગુજરાત ટી પ્રોશેષ એન્ડ પેકર્ષ લી. ના સહકાર થી સંસ્થા ને ભેટ મળેલ મેડીકલ વેનમાં તા.૨૫ જૂનનાં રોજ ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૫૦ બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ બાળકોને દવા વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહાર આરોગ્યટીમના ડો.અરવિંદભાઇ ત્રિવેદી, રેખાબેન ભટ્ટ તથા જશવંતપર ગામના સરપંચ વલ્લભભાઈ ચુડાસમા તથા સ્કૂલના આચાર્ય દિનેશભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

રાજયના યુવાઓને સરકારી સેવામાં જોડવા રાજય સરકાર પ્રતિબધ્ધ : પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

હિન્દ ન્યુઝ, ભાવનગર પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સરકારી સેવામાટેની પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે સધન આયોજન કરવામાં આવી રહ્યુ છે જેના ભાગરૂપે આજે રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યુ કે,આજે સવારે ૧૧-૦૦ કલાકે યોજાયેલી ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે કુલ 20941 ઊમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી…

Read More

રવિવારની રજાની મજા સાથે સાયકલની સવારીનો આનંદ

હિન્દ ન્યુઝ, ભાવનગર શાળા પ્રવેશોત્સવના અવસરે બે દિવસ પહેલા ભાવનગરના પાલિતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દાતાઓ દ્વારા સાયકલ ભેટ તરીકે આપવામાં આવી હતી. શાળાનો અભ્યાસ ન બગડે અને તે સાથે-સાથે ઈતર પ્રવૃતિઓ પણ ચાલુ રહે તે માટે આ શાળાના શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડાએ રવિવારના દિવસે શાળાની ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવીને શાળાના બાળકોને સાયકલ ચલાવતા શીખવવા સાથે ટ્રાફિકના નિયમોથી પણ બાળકો જાણકાર બને તે માટે આજે રવિવારની રજાનો સદુપયોગ કરીને બાળકોને આનંદ અને મોજ મસ્તી સાથે સાયકલની સવારીનો આનંદ કરાવ્યો હતો. સાયકલ મારી સરરર જાય…. ટીન ..ટીન… ટોકરીના…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં પ્રભારીમંત્રી અરવિંદભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં પ્રભાસપાટણ કન્યાશાળા અને મૂળ દ્વારકાની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વાહનવ્યવહા, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ ગામની કન્યાશાળા અને કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં મંત્રીએ હેતપૂર્વક બાળકોની આંગળી ઝાલી શાળામાં પા..પા..પગલી કરાવી હતી. પ્રવેશોત્સવમાં મંત્રીના હસ્તે બાળકોને પાઠ્યપુસ્તક અને કીટ પણ આપવામાં આવ્યાં હતાં. આમ બાળકો માટે પ્રવેશોત્સવ યાદગાર બન્યો હતો. મા સરસ્વતીની ‘યા કૂન્દેન્દુ તુષારહારધવલા’ની પ્રાર્થના સાથે શરુ થયેલા આ પ્રવેશોત્સવમાં પ્રભાસપાટણની કન્યાશાળામાં કુલ ૫૭ બાળકોને પ્રવેશ અપાયો હતો. જ્યારે આંગણવાડીમાં કુલ ૧૬ છોકરા અને ૧૨ છોકરીઓ…

Read More

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા

હિન્દ ન્યુઝ, બોટાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં ૫ લાખ ૭૨ હજાર બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉમંગ-ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી-…

Read More