ગીર સોમનાથ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૭૫માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ.૨૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાનો કાર્યક્રમ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’, ’પોષણ સુધા યોજના’ અંતર્ગત કીટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રતિકૃતિનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું હતુ કે, રાજ્યમાં સરકારની વિવિધ કલ્યાણકાર યોજના અમલી છે ત્યારે સોમનાથમાં પણ રૂ.૧૫૭ કરોડના ખર્ચે…

Read More

ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સોમનાથ રેલવે સ્ટેશનની રૂ. ૧૫૭ કરોડના ખર્ચે થશે કાયાપલટ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરાથી ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ.૨૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં રાજ્યના 13 રેલવે સ્ટેશનોના નાવિન્યકરણ માટે રૂ.૫૬૨૦ કરોડના શિલાન્યાસ તથા ઈ-ખાતમુહૂર્ત કરાયા હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રૂ.૧૫૭ કરોડના ખર્ચે સોમનાથ રેલવે સ્ટેશનની કાયાપલટ માટે તેમજ મુસાફરોની સુવિધા વધે તે માટે નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોમનાથમાં દેવાધિદેવ મહાદેવ બીરાજે છે. જે સમગ્ર જ્યોતિર્લિંગમાં પ્રથમ જયોતિલીંગ છે. ઉપરાંત ત્રિવેણી સંગમ પણ છે.…

Read More

ગીર સોમનાથમાં ફળ-શાકભાજી અને ફૂલનું છૂટક વેચાણ કરતા લારીધારકો માટે બાગાયત વિભાગ દ્વારા વિનામૂલ્યે છત્રી વિતરણની અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના બાગાયત ખાતા દ્વારા રોડ ઉપર ફળ, શાકભાજી અને ફૂલ પાકોનુ વેચાણ કરતાં લારી ધારકો માટે વિનામૂલ્યે છત્રી વિતરણ માટે ઓનલાઈન અરજી કરવાનું જણાવવામાં આવ્યું છે. અરજી કરવા ઈચ્છુક આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ ૧૬/૦૭/૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજનાનો લાભ લેવા માગતા લારી ધારકોએ અરજી કર્યા બાદ ૭ દિવસમા આઈ ખેડૂત પોર્ટલ પર કરેલી અરજીની નકલ તેમજ જરૂરી પૂરાવા સાથે બાગાયત વિભાગની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરાવવાની રહેશે. યોજનાની વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરીનો અથવા…

Read More

ગૃહરાજ્યમંત્રી એ કચ્છની સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગકારો તથા વેપારીઓ સાથે ભુજમાં કર્યો આત્મીય સંવાદ

હિન્દ ન્યુઝ, ભુજ તમામ પ્રકારના વેપાર-ધંધા કરવામાં વેપારીઓ તથા ઉદ્યોગકારોને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તેમજ ઘંધાને અનુલક્ષીને ઉભા થતાં પ્રશ્નોનું નિરાકરણ ત્વરીત આવે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે તેવું ભુજ ખાતે કચ્છની સામાજિક સંસ્થા, ઉદ્યોગકારો તથા વેપારીઓ સાથે સંવાદ કરતા ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું. આ તકે તેમણે વેપારીઓને મુંઝાયા વગર કોઇપણ પ્રશ્ન હોય અડધી રાત્રે ફોન કરવાનું જણાવીને કચ્છ જિલ્લાના વેપારીમિત્રોના નાણાકીય લેવડ-દેવડને લગતા અન્ય રાજય સાથેના ચીંટીગના કેસ કે અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ “સીટ” (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરીને ડુબેલા નાણા પાછા…

Read More

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા ખાતેથી રૂ.૨૨૦ કરોડના ખર્ચે નિર્મિત ગાંધીધામ રેલ્વે સ્ટેશન લોકોમોટીવ મેઈન્સટેશનનું ઈ-લોકાર્પણ કર્યું

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના ખેડૂતોએ કચ્છની કેરીઓ વિદેશમાં પહોંચાડી છે. કચ્છની ખેતપેદાશો રેલવે દ્વારા ભારતના ખૂણે ખૂણે પહોંચે તે માટેનું આજે કામ કરાયું છે એમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે કચ્છમાં દેશનાં એક માત્ર રૂ.૨૨૦ કરોડના ખર્ચે નિર્મિત રેલવે એન્જિન જાળવણી કેન્દ્ર ગાંધીધામ રેલવે સ્ટેશનના લોકોમોટીવ મેઈન્સટેશનનું ઈ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મનનીય પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના કામો કરાવી વિકાસના ગૌરવને વધુ ઊંચાઇએ લઇ જવાનો સામુહિક પ્રયત્ન કરીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત આજરોજ વડોદરા ખાતેથી રૂ.૨૧ હજાર કરોડથી વધુના…

Read More

ભાવનગર ગ્રામ્યની કચેરી દ્વારા ઉત્કર્ષ પહેલનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગંગા સ્વરૂપ બહેનો, વૃધ્ધો તેમજ નિરાધાર વૃધ્ધોની સહાયને લગતી રાજ્ય સરકારની ચાર યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં માસિક રૂા. ૧,૨૫૦ ની આર્થિક સહાય કરવામાં આવે છે. તેવી જ રીતે ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજનામાં બી.પી. એલ. યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતાં ૬૦ થી ૬૯ વર્ષના વૃધ્ધને માસિક રૂા. ૧,૦૦૦ ની અને ૮૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને માસિક રૂા. ૧,૨૫૦ ની આર્થિક સહાય કરવામાં આવે છે. આવી જ રીતે નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય યોજનામાં…

Read More

પશુપાલનની કૃત્રિમ બીજદાન વગેરે જેવી પ્રાથમિક કામગીરી માટે જિલ્લાના નિયત કરાયેલા ૨૦ ગામોમાં મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ધોરણ ૧૦ પાસ બેરોજગાર યુવાનો માટે પશુપાલનની કૃત્રિમ બીજદાન વગેરે જેવી પ્રાથમિક કામગીરી માટે જિલ્લાના નિયત કરાયેલા ૨૦ ગામોમાં મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. જે માટે આગામી તા.૨૬/૦૬/૨૨ સુધીમાં તાલુકાના પશુદવાખાના ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ કેન્દ્રો સ્વરોજગારી હેઠળ ખોલવાના હોય તે માટે કોઇ પગાર મળવાપાત્ર નથી તેમજ જે તે ગામોની યાદી જોવા માટે જે તે તાલુકાઓના પશુદવાખાનાઓનો સંપર્ક કરવા બોટાદ નાયબ પશુપાલન નિયામકની એક અખબારી યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

બોટાદ જીલ્લામાં ”ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર યોજનામા લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જીલ્લામાં સરકારના બાગાયત ખાતા દ્વારા “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર પુરા પાડવા બાબત કાર્યક્રમ” નવી બાબત તરીકે સરકારએ મંજુર કરેલ છે. આ યોજનાનો લાભ ફળ-શાકભાજી-ફુલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ, સ્ટેટ/નેશનલ હાઇવે પર, હાટ-બજાર, શાકભાજી બજારમાં કે છુટક વેચાણ કરતા કે લારીવાળા ફેરીયાઓ આ યોજનાનો મહત્તમ લાભ લઇ શકે તેવા ઉમદા આશયથી આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૭/૦૬/૨૦૨૨ થી તા. ૧૬/૦૭/૨૦૨૨ સુધી ખુલ્લુ મૂકવામા આવેલ છે. જેનો મહત્તમ વ્યક્તિઓ લાભ લઇ શકે તે માટે (www.ikhedut.gujarat.gov.in) આપેલ લિંક પર જરુરી સાધનિક કાગળો જેવાકે આધારકાર્ડ, રેશનકાર્ડ,…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારની પણ કાયાકલ્પ કરાઇ છે

હિન્દ ન્યુઝ, બોટાદ “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત પ્રધાનમંત્રીના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસો (ગ્રામીણ અને શહેરી) ના ઇ-લોકાર્પણ તેમજ જિલ્લાકક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીના અધ્યક્ષસ્થાને બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે આજે પ્રધાનમંત્રી આવાસો ( ગ્રામીણ અને શહેરી) ના ઇ- કાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪ થી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી શહેરી વિસ્તારની સાથે ગામડાની પણ કાયાકલ્પ કરી છે. દેશના પ્રધાનમંત્રીએ લોકોની મુશ્કેલીઓ, પીડાઓને સમજીને તેનું નિરાકરણ પણ લાવ્યા હોવાનું વિરાણીએ જણાવ્યું…

Read More

ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત બોટાદ-ગાંધીગ્રામ બ્રોડગેજ ટ્રેનને વડાપ્રધાનના હસ્તે મળી લીલી ઝંડી

હિન્દ ન્યુઝ, બોટાદ આજે ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વડોદરા ખાતેથી ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ મળી છે. આ કાર્યક્રમ અન્વયે બોટાદ-ગાંધીગ્રામ બ્રોડગેજ ટ્રેનને વડાપ્રધાનના હસ્તે લીલી ઝંડી મળી છે. અંદાજે રૂ. ૧૫૫૦ કરોડના ખર્ચે ૧૭૦ કિમી. લાંબા રૂટના ગેજરૂપાંતરણ પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. બોટાદ રેલવે સ્ટેશન પર યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ધારાસભ્ય સૌરભભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદથી ગાંધીગ્રામ સુધીની ટ્રેનનું ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળે બોટાદના નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે બોટાદના આંગણે રૂડો અવસર…

Read More