આઠમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભુજમાં ૨૧મી જુન સુધી નિ:શુલ્ક યોગ શિબિર

હિન્દ ન્યૂઝ,  ભુજ “આઠમાં વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા એન્કરવાલા સરસ્વતી શિશુ મંદિર, ભુજ મધ્યે તા. ૧૩/૦૬/૨૦૨૨ થી તા.૨૧/૦૬/૨૦૨૨ સુધી દરરોજ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. “YOGA FOR HUMINITY” થીમ પર આયોજીત આ શિબિર તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા. ૨૦/૦૬/૨૦૨૨ સુધી સાંજે ૫ થી ૬ અને તા. ૨૧ નાં સવારે ૭ થી ૮ સુધી નિ:શુલ્ક યોજાશે. જેમાં વિવિધ રોગાનુસાર યોગ શિખવાડવામાં આવશે. યોગ શિબિરમાં આવનારે પાથરણા અને નેપકીન તથા…

Read More

સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, સોમનાથ સૌરાષ્ટના રત્નાકર તટે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવ્યા વિશેષ મનોરથ ફળોનો રાજા ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરી ના મનોરથ 2600 કિલો કેરી નો મનોરથ સોમનાથ મહાદેવને પ્રથમ વખત કરવામાં આવ્યો. ભક્તો કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્ય બન્યા. 2600 કિલો કેરી વેરાવળ શહેરના હરસિધ્ધી, ભીડીયા, બંદર રોડ, તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ગામડાઓ જેવા કે આદ્રી, પાલડી, ચાંડુવાવ, સીડોકર, સારસવા, સિમાર, સુપાસી, વડોદરા ડોડિયા, કિંદરવા, આજોઠા, બાદલપરા, બિજ, મેઘપુર, ભાલપરા, કાજલી, સોનારીયા, છાત્રોડા, નવાપરા, ડાભોર, તાતીવેલા, ડારી, દેદા, મલોંઢા, છાપરી, વાવળીઆદ્રી, ચમોડા,…

Read More

રાધનપુર દેવ ગામે એકજ સમાજ ના બે જૂથો વચ્ચે ધિંગાણું, ૧૧ લોકો ઘાયલ ૨ ને ગંભીર ઇજા થતાં પાટણ ધારપુર કરાયા રિફર

હિન્દ ન્યુઝ, રાધનપુરr      રાધનપુર તાલુકાના દેવગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારા મારી ની ઘટના સામે આવી છે. આજે મોડી સાંજે કોઈ કારણ સર બે જૂથો આમને સામને આવી ગયા હતા. જૂથ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા હોવાની વિગતો જાણવા મળી છે.     દેવ ગામે એકજ સમાજના ૨ જૂથો વચ્ચે કોઈ કારણસર મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ બનતા 11 લોકો ઘાયલ થયા હતા જેમાંથી બે લોકો ને વધુ ગંભીર હોય ધારપુર પાટણ ખાતે રીફર કરવામાં આવ્યા છે. બાકીના તમામ રાધનપુર ખાતે હાલ સારવાર લઈ…

Read More