બી.એસ.એફ. દ્વારા લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસ ફોર્મ તથા સિક્યુરીટી ગાર્ડ ભરતીની તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસ દળ તથા સિક્યુરીટી ગાર્ડમાં વધુમાં વધુ ગુજરાત રાજ્યના રોજગાર વાચ્છું પસંદ થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી બી.એસ.એફ.ના કચ્છ જિલ્લા મથકે ભુજ ખાતે બી.એસ.એફ. દ્વારા ૩૦ દિવસની (૮ કલાક ૩૦ દિવસ = ૨૪૦ કલાક)નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગનું સંપૂર્ણ સંચાલન બી.એસ.એફ. દ્વારા કરવામાં આવશે.

આ તાલીમ લેવા ઈચ્છતા 

વર્ષ થી ૨૩ વર્ષની ઉમર ધરાવતા ધોરણ ૧૦ અને ધો.૧૨માં ૪૫%(દરેક વિષયમાં મીનીમમ ૩૩%) સાથે પાસ, ઉંચાઈ – ૧૬૮ સે.મી., છાતી ૭૭-૮૨ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા., ધરાવતા શારીરિક સશક્ત ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથને દિવસ-૭માં સ્વખર્ચે સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

આ તાલીમ અંગે વધુમાં જણાવાયું છે કે, અગાઉ આવી નિવાસી/ બિન નિવાસી તાલીમ લીધેલ ઉમેદવાર ફરી તાલીમમાં જોડાય શકશે નહિ. કચેરીની મુલાકાત લેતી વખતે નીચેના દસ્તાવેજ (ડોકયુમેન્ટ) ઓરીજનલ અને ઝેરોક્ષ સાથે લાવવી. જરૂરી ડોક્યુમેન્ટમાં રોજગાર કાર્ડ, સ્કુલ છોડ્યાનું પ્રમાણપત્ર, તમામ શૈક્ષણિક પ્રમાણપત્ર, ફોટો આઈ-ડી (ચુંટણી કાર્ડ/ પાનકાર્ડ / ડ્રાઈવિંગ લાઈસન્સ ), આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટા -૨, બેંક પાસબુક સહિતના ડોક્યુમેન્ટ રાખવાના રહેશે તેમ જિલ્લા રોજગાર અધિકારી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment