કોડીનારના કંટાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જિલ્લા મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ-૨૦૨૩થી થયા સન્માનિત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન સાથે જોડાયેલા અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કંટાળા ગામના પ્રગતિશીલ ખેડૂત રામભાઈ રાણાભાઈ રામને જિલ્લા મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ-૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા છે. 

તા.૬ થી ૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ નવી દિલ્હી ખાતે કૃષિ જાગરણ દ્વારા આયોજિત મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ સેરેમનીમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતની પસંદગી થતા અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, અબુંજાનગરના વડા દલસુખ વઘાસિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના વડા જિતેન્દ્રસિંહ અને રમેશ રાઠોડ, નિષ્ણાંત પાક સંરક્ષણ, કેવિકે તથા સમગ્ર એસીએફ અને કેવિકે સ્ટાફે તેમની આ સિદ્ધિ બદલ અને કેવિકેનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

Leave a Comment