સવની ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રતિભાવો વર્ણવતા લાભાર્થી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ 

     વેરાવળ તાલુકાના સવની ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. જેમા નાથાભાઈ ભીમાભાઇએ”મેરી કહાની, મેરી જુબાની પીએમજેએવાય યોજનાનો લાભ મળતા પ્રતિભાવો વર્ણવ્યા હતા.

વેરાવળ તાલુકાના સવની ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં નાથાભાઈ ભીમાભાઇ પરમાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભ મળતા ગ્રામજનો અને મહાનુભવો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, હું ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને મને હાર્ટએટેક આવતા તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર લેતા જાણવા મળ્યું કે, હ્રદયની ચાર નળી બ્લોક થઈ છે અને બે લાખનો ખર્ચ થશે. મે તાત્કાલિક સરકારી આરોગ્ય અધિકારીનો સંપર્ક કર્યો હતો અને પીએમજેએવાય કાર્ડ વિશે માહિતી મેળવીને કાર્ડ કઢાવતા મને બે લાખની સારવાર અમદાવાદ ખાતે પ્રાઈવેટ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર કરવામા આવી હતી અને આજે હુ સ્વસ્થ છુ અને આર્થિક રીતે કોઈ અગવડતા પડી ન હતી. તેમણે સરકાર તરફથી મદદ અને યોજનાકીય લાભ મળવા બદલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment