વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે વલસાડ નગરપાલિકા દ્વારા અબ્રામા ખાતે ‘જન કલ્યાણ શિબિર’ યોજાઈ

હિન્દ ન્યુઝ, વલસાડ

      વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા નિમિત્તે તેમજ સરકારશ્રીના “વિકસિત ભારત @ ૨૦૪૭” ના સંકલ્પ અને લક્ષ્યને સિદ્ધ કરવાના ભાગરૂપે વલસાડ નગરપાલિકા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા તેના લાભો વધુમાં વધુ પ્રજાજનો સુધી સરળતાથી પહોંચી શકે તેવા આશય સાથે અબ્રામા ઝોન ઓફીસ, અબ્રામા ખાતે “જન કલ્યાણ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ “જન કલ્યાણ શિબિર” દરમિયાન શહેરીજનોને એક જ સ્થળેથી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે સામાજિક સુરક્ષા, આજીવિકા અને આવાસ યોજનાઓ અંગે વિગતવાર સચોટ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત, જે નાગરિકો આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હતા, તેમને ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન, દસ્તાવેજોની ચકાસણી અને વહીવટી સહાય પણ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.

      કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના કારોબારી ચેરમેન, અબ્રામા વોર્ડના સભ્ય પ્રવિણાબેન પટેલ, રીટાબેન પટેલ, NULM (નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન) યોજનાના કર્મચારીઓ તેમજ વોર્ડના અન્ય સભ્ય અને સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment