વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત માલાશ્રમ ગામ ઓડીએફ+મોડેલ વિલેજ જાહેર કરાયુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર-સોમનાથ જિલ્લા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનુ ભ્રમણ કરવામાં આવી રહ્યું છે અને ગીર-સોમનાથ જિલ્લાવાસીઓને અલગ અલગ યોજનાઓના લાભો પોતાના ગામમા મળી રહ્યા છે. કોડીનાર તાલુકાના માલાશ્રમ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ જાજરમાન સ્વાગત ગ્રામલોકો દ્વારા કરવામાં આવ્યુ હતું. માલાશ્રમ ગામ ઓડીએફ +મોડેલ વિલેજ ગામ જાહેર કરાયુ હતું.

જેમા માલાશ્રમ ગામને ઓડીએફ +મોડેલ વિલેજ ગામ જાહેર થતા ગામના સરપંચ બાબુભાઇ ડાયાભાઇ રાઠોડને અધિકારીઓ અને મહાનુભાવોએ સન્માનિત કરવામા આવ્યા હતા. તેમજ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો રેકોર્ડ સંદેશ અને સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે થયેલા વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતો વીડિયો રથ દ્વારા સૌ એ નિહાળ્યો હતો. વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment