રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-૫ માં  “વંદે ગુજરાત વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમીતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલ વિકાસ કામોની વિગતો લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૫/૦૭/૨૦૨૨ના રોજ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના માન.મંત્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે કરવામાં આવેલ હતો. ત્યારબાદ દરરોજ બબ્બે વોર્ડમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા જઈ રહી છે. જેમાં આજે તા. ૦૭/૦૭/૨૦૨૨ નાં રોજ સવારે વોર્ડ નંબર-૫ માં રાજ્યના ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં માન.મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, કલ્પનાબેન કિયાડા, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલભાઈ પડિત, સભ્ય જયંતીભાઈ ભાખર, વોર્ડ નંબર-૫ નાં કોર્પોરેટરઓ દિલીપભાઈ લુણાગરીયા, હાર્દિકભાઈ ગોહિલ, રસીલાબેન સાકરીયા,  વજીબેન ગોલતર, અને સંગઠનનાં વોર્ડ નંબર – ૫ નાં પ્રમુખ દિનેશભાઈ ઘીયાડ, મહામંત્રી દિનેશભાઈ ડાંગર અને  મુકેશભાઈ તનસોતા ઉપરાંત ડેપ્યુટી મ્યુનિ. કમિશનરઓ આશિષ કુમાર અને એ.આર.સિંહ અને વોર્ડના નાગરિકો ઉપસ્થિત રહયા હતાં.

રાજ્યના ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં માન. મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ૧૨ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે અને છેલ્લા આઠ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે વિકાસ યાત્રાને ઝડપભેર આગળ ધપાવનાર માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશ અને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતની પ્રતિષ્ઠા અને ગૌરવ વધ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષથી અવિરત ચાલી આવતી વિકાસ પ્રક્રિયામાં તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવેલ છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલો વિકાસનો સિલસિલો અત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહયા છે. વિકાસ ક્ક્ષેત્રે રાજકોટ છેલ્લા વીસ વર્ષમાં કેટલું બદલાયું છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. સરકારના સહયોગ સાથે રાજકોટ મહાનગરપાલિકા પાયારૂપ માળખાકીય સુવિધાઓથી માંડીને આધુનિક ટેકનોલોજી સાથેની સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ બનાવી રહી છે. રાજકોટમાં પાણીનો પ્રશ્ન ન રહે તે માટે પણ ગુજરાત સરકાર ખુબ જ ચિંતા કરી રહી છે. સૌની યોજના હેઠળ પુરતા પ્રમાણમાં પાણી મળી રહેતા શહેર નિશ્ચિંત બની શક્યું છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની પ્રગતિ અને દરેક નાગરિકની સુખાકારીની ચિંતા કરી રહયા છે. તેઓ દેશના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

        વંદે ગુજરાત યાત્રા અનુસંધાને યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા છાત્રોને માન. મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. તેમજ માનનીય મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે ઝંડી દર્શાવી વિકાસ યાત્રાને વોર્ડમાં પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment