શહેરના ચિત્રા-ફુલસર વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરનાં ચિત્રા-ફુલસર વિસ્તારમાં આવેલ જોગણીમાતાના મંદિર પાસે ખારા વિસ્તાર ખાતે પેવિંગ બ્લોક તથા કૃષ્ણ પાર્ક, ચિત્રા-સિદસર ખાતે બ્લોક નાખવાના કામોનું ખાતમુહૂર્ત આજે સાંજે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કર્યું હતું. આ તકે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વ સમાજનો વિકાસ થાય તેવો સર્વાંગી વિકાસ કરવો છે. સમાજના છેવાડાના તથા મહેનતકશ અને જરૂરિયાતમંદ વિસ્તારોને પ્રાથમિકતા આપીને ત્યાં સારાં વિસ્તારો જેવી જ લાઈટ, પાણી, ગટર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, માંડ પેટિયું રળીને પરગામને પોતાનું ગામ બનવું અઘરું હોય છે. તેવાં સમયે ભાવનગરના આ નવા…

Read More

અત્યંત વ્યસ્તતા વચ્ચે શિક્ષણ મંત્રીએ ભાવનગરના નારી ગામના બાળકો વચ્ચે બાળક જેવાં બનીને પિતૃસભર વાત્સલ્યથી બાળકો સાથે સંવાદ કર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચિત્રા ફુલસર વિસ્તારમાં વિવિધ ખાતમુહુર્ત કરવા જતાં પહેલાં અને સતત લોકસંપર્કની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને આજે સાંજના સુમારે ભાવનગરના નારી ગામના બગીચામાં કિલ્લોલ કરતા બાળકો સાથે પિતૃસભર વાત્સલ્યભવથી બાળ સહજ સંવાદ કર્યો હતો. શિક્ષણ મંત્રીએ બાળકોને હીંચકા નાંખીને, લપસણી દ્વારા લપસવાના આનંદમાં સહભાગી થતાં પોતે પણ બાળક જેવાં બની તેમની સાથે હીંચકે ઝૂલ્યા હતાં. આ સાથે મંત્રીએ સ્થાનિક નાગરિકો સાથે બગીચામાં ગોઠડી માંડી સામાન્ય જનસેવકના દર્શન કરાવતાં તેમના પ્રશ્નો જાણી તેમાં શું થઈ શકે તે અંગેનો સહજ સંવાદ સાધ્યો હતો. આ તકે તેમની…

Read More

મનરેગા યોજના અંતર્ગત પ્રાર્થના હોલ બાસ્કેટબોલ તથા વોલીબોલ ગ્રાઉન્ડ નું ઉદઘાટન માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ચુલી ખાતે યોજાયેલ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સંસ્કાર ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રાંગધ્રા સંચાલિત બક્ષીપંચ કુમાર છાત્રાલય ચુલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા- ચુલી ખાતે પ્રાર્થના હોલ તેમજ બાસ્કેટ બોલ અને વોલીબોલ ગ્રાઉન્ડ (હ મનરેગા અંતર્ગત નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું આ ઉદ્દઘાટન સમારોહ ના મુખ્ય અતિથિ વિશેષ ડૉ.અર્જુનસિંહ રાણા, વાઇસ ચાન્સેલર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ માનનીય આઈ. કે.જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમાન ધારા સભ્ય પરષોત્તમ સાબરીયા સહીત ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્કાર ભારતી એજ્યુકેશન ના ટ્રસ્ટીઓ, મંત્રીઓ, ચુલી બન્ને સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકગણ, જિલ્લા પંચાયત ના હોદેદારઓ, સદસ્યઓ, ધ્રાંગધ્રા…

Read More

શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા આયોજિત 21 મો પ્રોત્સાહિત ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ

હિન્દ ન્યૂઝ, થાનગઢ સતવારા સમાજની જૂની ભોજનશાળા થાનગઢ માં 26મી જૂને રવિવારે સાંજે યોજવામાં આવ્યો. સતવારા સમાજ જ્ઞાતિ આગેવાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને તથા “સરસ્વતી પ્રાર્થના”સરસ્વતી વિદ્યામંદિરની સમાજની દીકરીઓ દ્વારા કરીને કાર્યક્રમ ની શરૂઆત કરી ઇનામ વિતરણમાં મુખ્ય દાતાશ્રી ભરતભાઇ હીરાભાઈ ચાવડા તરફથી દરેક ધોરણ 1 થી 12 તેમજ કોલેજ ના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના સૌજન્યના દાતાશ્રી હસમુખગુરૂજી તથા રાજેન્દ્ર ગુરુજીના તરફથી ધોરણ 8 થી 12 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તથા થેલી આપીને સન્માનિત કરવામાં આવ્યા. સમાજના…

Read More

ધાંગધ્રા શહેર માં પી.જી.વી.સી.એલ તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડ્યા, ધાંગધ્રાના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ અને પાણી ભરાયા હતા

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં પી.જી.વી.સી.એલ તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા ધાંગધ્રાના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ અલગ અલગ વિસ્તારો અંધારાપટ બની ગયા વીજળી ગુલ થતાં ધાંગધ્રા શહેરના મયુર નગર સહિત અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ થી ચાર કલાક સુધી વિજળી ગુલ જાગૃત નાગરિકો દ્વારા પીજીવીસીએલ નો સંપર્ક કરતાં હજુ પણ વીજ પાવર ત્રણ કલાક મોડો આવશે. એવું જણાવતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો ત્યારે પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં પણ ટોપ ઓફ ધ ટાઉન બની હતી આ તરફ સામાન્ય વરસાદ પડતાં ધાંગધ્રા નગરપાલિકા મોટી…

Read More