જંબુસર શહેર ની આદર્શ ગર્લ્સ હાઈસ્કૂલ નું એચ. એસ. સી નું 100% પરિણામ

હિન્દ ન્યુઝ, ભરૂચ

ધોરણ 12 ના બોર્ડ ના પરિણામ માં જંબુસર શહેર ની આદર્શ ગર્લ્સ હાઈસ્કૂલ નું એચ એસ સી નું 100% પરિણામ આવ્યું છે. શાળાએ આપેલા લક્ષ્ય ને પૂર્ણ કરતા 23 માં થી 22 વિધાર્થીનીઓ પ્રથમ વર્ગ માં ઉત્તિણ થઇ શાળા ની વિદ્યાર્થીની પ્રતિષ્ઠા ને ગૌરવ થયેલ છે. શાળાની વિદ્યાર્થીનીઓમાં મીરઝા સાનિયા મુખ્તિયાર બેગ 92.59 % પ્રથમ, શેખ સીરીનબાનું મોહમદશકિલ 92.02% દ્વિતીય અને શેખ મુનઝા સઈદ એહમદ 91.85% તૃતીય સ્થાને રહ્યા હતા. શાળા ના આચાર્ય ખાલિદ પટેલ તથા એસ.બી.કેળવણી મંડળ ના તમામ ટ્રસ્ટીઓ એ તમામ વિદ્યાર્થીનીઓ ને તથા શિક્ષક મિત્ર ને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : મો.ખાલિદ શેખ, ભરૂચ

Related posts

Leave a Comment