જંબુસર શહેર ની આદર્શ ગર્લ્સ હાઈસ્કૂલ નું એચ. એસ. સી નું 100% પરિણામ

હિન્દ ન્યુઝ, ભરૂચ ધોરણ 12 ના બોર્ડ ના પરિણામ માં જંબુસર શહેર ની આદર્શ ગર્લ્સ હાઈસ્કૂલ નું એચ એસ સી નું 100% પરિણામ આવ્યું છે. શાળાએ આપેલા લક્ષ્ય ને પૂર્ણ કરતા 23 માં થી 22 વિધાર્થીનીઓ પ્રથમ વર્ગ માં ઉત્તિણ થઇ શાળા ની વિદ્યાર્થીની પ્રતિષ્ઠા ને ગૌરવ થયેલ છે. શાળાની વિદ્યાર્થીનીઓમાં મીરઝા સાનિયા મુખ્તિયાર બેગ 92.59 % પ્રથમ, શેખ સીરીનબાનું મોહમદશકિલ 92.02% દ્વિતીય અને શેખ મુનઝા સઈદ એહમદ 91.85% તૃતીય સ્થાને રહ્યા હતા. શાળા ના આચાર્ય ખાલિદ પટેલ તથા એસ.બી.કેળવણી મંડળ ના તમામ ટ્રસ્ટીઓ એ તમામ વિદ્યાર્થીનીઓ ને તથા શિક્ષક…

Read More

રિન્યુએબલ એનર્જીના વધતા ઉપયોગને કારણે ગુજરાતમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો

હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાત સરકારે આપેલ માહિતી અનુસાર છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં થર્મલ પાવરમાંથી થતા કાર્બન ઉત્સર્જનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સિદ્ધિ રાજ્ય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીને અપાતા પ્રોત્સાહનના કારણે પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતાને (Installed Capacity) સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. હાલ ગુજરાત રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમે છે. રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં વધારો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સહાયરૂપ ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની સતત વધતી જતી સ્થાપિત ક્ષમતાની પર્યાવરણ પર સીધી અસર જોવા મળે છે, રાજ્યમાં…

Read More

મહુવા તાલુકાનું ને નૈપ ગામે મેડિકલ કેમ્પ નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મહુવા તાલુકાનું ને નૈપ ગામે સુત્રને સાર્થક કરનાર મહુવાના પનોતા પુત્ર સ્વઃજશવંત જશવંત મેહતાની ૧૦૦મી જન્મ જયંતી નિમિતે સેવાર્થે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં પૂજ્ય મોરારીબાપુ ની ઉપસ્થિતિ તેમના આશીર્વાદ સાથે મેડિકલ કેમ્પ નું આયોજન કરેલ. ઉપસ્થિત મહેમાનો માં ગુજરાત પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર, આઇસીસી વિજયભાઈ બારીયા, મહુવા પ્રમુખ પરેશ જીજાળા, રાજભાઇ મહેતા અને તેમના પરિવાર પણ આ કેમ્પમાં ઉપસ્થિતિ રહ્યા હતા આ તમામ ની ઉપસ્થિતિ માં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. રિપોર્ટર : મનુ બારૈયા, ભાવનગર

Read More

વિજ થાંભલાઓ ગેરરીતી આચરીને અનાધિકૃત રીતે પોતાની વાડીઓમાં કુવામાં કે અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાશે તો ફોજદારી રાહે કાયદેસરની કાર્ય વાહી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા સરકારની જુદી જુદી યોજનાઓ તેમજ નવા વિજ જોડાણો આપવા માટેની કામગીરી કરવા માટે નવી વિજ લાઈનો ઉભી કરવાની જરૂરિયાત રહેતી હોય છે, વિજ કંપની દ્વારા આવા કામો કરવા માટે જુદા જુદા લોકેસનો પર સિમેન્ટના વિજ થાંભલાઓ ઉતારવામાં આવેલ છે. અમુક લોકો પોતાની અંગત જરૂરિયાત માટે આ વિજ થાંભલાઓ ગેરરીતી આચરીને અનાધિકૃત રીતે પોતાની વાડીઓમાં કુવામાં, વાડીયે ઓરડી/ઢાળિયું બનાવવામાં તેમજ વાડીની ફરતે ફેન્સીંગ માટે ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવેલ છે.આમ ગેરકાયદેસર રીતે વિજ પોલનો ઉપયોગ કરેલ હોય ત્યારે, વિજ કંપનીના અધિકૃત…

Read More

જિલ્લામાં ચાલતા મનરેગા કામોનું નિરીક્ષણ કરતાં જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી

હિન્દ ન્યુઝ, રાધનપુર ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાના ગામમાં કે નજીકના સ્થળે રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના કાર્યરત છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) અને અમીનપુરા ગામે ચાલતા મનરેગાના કામોની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ કામલપુર (ધરવડી) ખાતે મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા નવીન આંગણવાડીના બાંધકામ, વ્યક્તિગત ઘાસચારાના વાવેતરના કામોનું જાતનિરિક્ષણ કર્યું હતું. સાથે જ કામલપુરના સરપંચને નવીન પંચાયત ઘરના નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ અમીરપુરા ખાતે મનરેગા યોજના અંતર્ગત ચાલી રહેલા…

Read More

કેન્દ્રની ભાજપ સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા પાટણ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ પ્રદેશ સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર ને સફળતાનાં આઠ વર્ષ પૂર્ણ થતાં વિવિધ ઉપલબ્ધીઓ વર્ણવામાં આવી હતી. કેન્દ્રની ભાજપ સરકાર ની સફળતા ના આઠ વર્ષ પૂર્ણ થતા આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રવક્તા હિતેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં હિતેન્દ્ર પટેલ ભાજપ સરકારના આઠ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓ અને વિવિધ યોજનાઓ પત્રકારો સમક્ષ મુકી હતી. ખાસ કરીને ભારત સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી દેશના ખેડૂતોને 11 જેટલી કિસાનનિધિ…

Read More

રાધનપુર નંદનવન સોસાયટીમાં 7 જુગારી ઓ પકડાયા 1 મહિલા ફરાર

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર શહારમાં અવારનવાર જુગરધામ પકડાતું હોય છે છતાં રાધનપુર માં જુગારી ઓ પોતાની જુગાર ની રમત બંધ કરતા નથી ત્યારે રાધનપુર ના નંદનવન સોસાયટીમાં શાંતિલાલ ઠકકર પોતાના જ ઘરે જુગારીઓ બોલાવી તીન પતી રમતા પોલીસ ના હાથે ઝડપાયા ચકચાર મચી જવા પામ્યો છે. રાધનપુર શહેર ની વૃંદાવન સોસાયટીના રહીશ શાંતિલાલ રુગનાથભાઈ ઠકકર તેમના રહેણાંક ના મકાન નાં પ્રથમ માળે 6 જેટલા જુગારીઓને બોલાવી તીનપતિ નો જુગાર રમી રહ્યા હતા તે સમયે પોલીસ અચાનક ત્રાટકતા 7 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. આ જુગારીઓ પાસે થી 8 મોબાઈલ જેની…

Read More