રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં શ્રમિકોને ૧૫૦૦થી વધુ માસ્કનું વિતરણ કરતા સેલસ હોસ્પિટલના ડો.ભીમાણી, માતાએ કહ્યું ગિફટ જ આપવી હોય તો ગરીબોની સેવા કર

રાજકોટ ,

રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ સેલસ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો.સચિન ભીમાણી અને તેમના સહયોગી હરેન્દ્રસિંહ જાડેજા તેમજ હરેશ મકવાણા બીલીંગ-હેડ દ્વારા આજરોજ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતમજૂરોને ૧૫૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોટનના ૧૫૦૦ માસ્ક ડો.સચિન ભીમાણીના માતૃશ્રી રમાબેન ભીમાણીએ તૈયાર કર્યા હતા. ૬ દિવસના સમયગાળામાં ૧૫૦૦ જેટલા માસ્ક રમાબેને તૈયાર કર્યા હતા. અને આજરોજ તેનું વિતરણ કર્યું હતું. રાત્રીના સમયે કાપડનું કટીંગ અને દિવસે સીલાય કરી ૧૫૦૦ માસ્ક તૈયાર કર્યા હતા. માતાએ ગિફટના સ્થાને ગરીબોની સેવાનો સંકલ્પ માંગતા તબીબ પુત્રએ હોંશે હોંશે આ માસ્કનું વિતરણ કરવાનો નિર્ધાર કર્યો હતો. આજરોજ ટ્રાફિક P.I. એસ.એન.ગડુના હસ્તે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સંકલ્પ સાંભળીને ટ્રાફિક P.I. પણ ખુશ થઈ ગયા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment