સમુદ્રી ભરતીથી થતી જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે નર્મદા નદી ઉપર અંદાજે ` ૫૪૦૦ કરોડની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, બોટાદ

• ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રીંકલર વસાવવા માટે જોગવાઇ `૧૫૦૦ કરોડ.
• ભારત સરકાર સહાયિત `૭૫૦ કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સુક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા `૨૦૦ કરોડની જોગવાઇ.
સોલાર રૂફટોપ
• ૪ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૨૩૦૦ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે `૮૨૪ કરોડની જોગવાઈ.
ઉર્જા
• પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પાવર આધારીત એગ્રીકલ્ચરલ પંપ પૂરા પાડવા માટે કુલ ` ૧૫૨ કરોડની જોગવાઇ.
• ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે `૪૭૦ કરોડની જોગવાઇ.
• શહેરી પરિવહનને વધુ સશકત બનાવવા માટે મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ ૫૦ ટકા વાયેબીલીટી ગેપ ફંડીગ આપવામાં આવે છે. જે માટે જોગવાઇ `૩૦૦ કરોડ
• અંદાજિત `૧૮ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૧ ની મેટ્રો સેવા કાર્યરત કરવામાં આવેલ છે. જ્યારે ફેઝ-૨ની કામગીરી પ્રગતિમાં છે. અંદાજે `૧૨ હજાર કરોડના ખર્ચે બનનાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-૧ અને ફેઝ-૨ની કાર્યવાહી પ્રગતિમાં છે. આ પ્રોજેકટને રાજ્ય સરકારની સહાય પેટે `૯૦૫ કરોડની જોગવાઇ
• સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત ગામોમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની સુવિધા હાથ ધરવામાં આવે છે. ગોબરધન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ઉર્જા સુરક્ષા સાથે જૈવિક ખાતરનો લાભ આપવા બાયોગેસ પ્લાન્‍ટ અને સ્લરી પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે છે. આ યોજનાઓ માટે જોગવાઇ `૨૦૦ કરોડની જોગવાઇ
વન
• વનોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે રૂા.૫૧૨ કરોડની જોગવાઇ.
• વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે રૂા.૩૫૩ કરોડની જોગવાઇ.
• વળતર વનીકરણ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ માટે રૂા.૨૦૪ કરોડની જોગવાઈ
• હરિત વસુંધરા પ્રોજેકટ, પાવન વૃક્ષ વાટીકા અને વૃક્ષોનું આવરણ વધારવાની વિવિધ યોજનાઓ માટે `૪૦ કરોડની જોગવાઇ.
• લોકોમાં વન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ લોકસમુદાયને તેમાં સક્રિય રીતે જોડવા માટે મિયાવાકી પદ્ધતિથી ૭૫ અર્બન ફોરેસ્ટ(વન કવચ)ના નિર્માણ માટે જોગવાઇ `૭૫ કરોડ.
• દરિયાઇ સૃષ્ટિના સંવર્ધન, વાવાઝોડા સામે રક્ષણ અને દરિયાઇ કાંઠાના ધોવાણ અટકાવવા માટે કેન્‍દ્ર સરકારે મિષ્ટી કાર્યક્રમ હાથ ધરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત દરિયાકાઠાં પર ચેર વાવેતર અને પુનઃસ્‍થાપન માટે `૧૧ કરોડની જોગવાઈ.
• ઇલેકટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઇલેકટ્રીક વ્હીકલ (૨-૩-૪ વ્હીલર) પોલિસી માટે ` ૨૧૭ કરોડની જોગવાઇ
• ૫૦ ઇલેક્ટ્રીક બસોની ખરીદી માટે `૨૪ કરોડની જોગવાઈ.
• ૧૦ હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે `૧૨ કરોડની જોગવાઇ.
• ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઉર્જા બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવા તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડીટને પ્રોત્સાહન આપવા `૨૦ કરોડની જોગવાઈ
• ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે `૬ કરોડની જોગવાઈ.
જ્ળ સંચય
• ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રકચરમાં રૂપાંતર કરી તેની પુન:રચના કરવા માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
• ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા માટે જળસંચય યોજના અંતર્ગત `૨૭૨ કરોડની જોગવાઇ.
• સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજ બાંધવા માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
• ગાંધીનગર ગિફટ સીટી નજીક સાબરમતી રીવરફ્રન્‍ટ માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
• નેશનલ રીવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે જોગવાઇ `૨૫૦ કરોડ
• દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં આવેલ નદીઓ ઉપર ચેકડેમો, બેરેજો, વિયર વગેરે બનાવવા માટે `૧૦૩ કરોડની જોગવાઈ.
• કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો જેવા જળસંગ્રહના કામો માટે `૮૦ કરોડની જોગવાઈ.
• અંદાજિત `૨૫૦ કરોડની વાઘરેજ રીચાર્જ યોજના માટે `૮૦ કરોડની જોગવાઇ.
• મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ બાંધવા માટે `૫૫ કરોડની જોગવાઈ.
• વડોદરા જિલ્લામાં મહી નદી પર પોઇચા ગામે વીયર માટે `૧૦ કરોડની જોગવાઇ.

ભાડભૂત યોજના:
સમુદ્રી ભરતીથી થતી જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે નર્મદા નદી ઉપર અંદાજે ` ૫૪૦૦ કરોડની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આ યોજનાથી પાણી સંગ્રહની સાથેસાથે પરિવહનમાં નોંધપાત્ર સુધારો થશે. આ યોજના માટે ચાલુ વર્ષે ` ૧૪૧૫ કરોડની જોગવાઇ.

Related posts

Leave a Comment