ધંધો-રોજગાર શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે ૨ લાખ સુધીની લોન એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી

હિન્દ ન્યુઝ, રાજકોટ

           રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આયોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આયોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં ૭% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો ૫ વર્ષથી ૭ વર્ષ રહેશે.

જરૂરી પ્રમાણપત્રો

·      પાસપોર્ટ ફોટોગ્રાફ –

·      ચુંટણીકાર્ડ

·      આધારકાર્ડ

·      પાનકાર્ડ

·       સ્કુલલીવીંગ/જન્મનોદાખલો

 

·      મકાનવેરાબિલ

·      ડ્રાઈવિંગ લાયસન્સ (વાહનલોનમાટે)

·      લાઈટબિલ

·      ભાડે રહેતા હોયતો ભાડાચિઠ્ઠી /સહમતી પત્રક

·      ક્વોટેશન ઓરિજિનલ

·      બેંકખાતાની પાસબુકની નકલ

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડૉ.આંબેડકરભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર,પ્રથમમાળ ખાતે સંપર્ક કરવો.

Related posts

Leave a Comment