દીન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રૂ. ૧,૭૯,૦૦૦/-ની લોન મેળવી સ્વનિર્ભર બનતા લાભાર્થી મોહસીન ડોડીયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા ની પ્રોજેક્ટ શાખા દ્વારા દિન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાનાં સ્વ-રોજગાર ઘટક અંતર્ગત રોજગાર વાંછુંક લોકો ને ધંધો રોજગાર શરુ કરવા માટે ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ધિરાણ મળવાપાત્ર છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૭૦૦ થી પણ વધારે લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવેલ છે. જેમાંના અર્ક લાભાર્થી ને સ્વ-રોજગાર યોજના હેઠળ મળેલ લાભ શહેરીજનો સમક્ષ રજુ કરીએ છીએ.

પ્રોજક્ટનુંનામ :  દિન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન
લાભાર્થીનુંનામ :  મોહસીન નજીરભાઈ ડોડીયા
સરનામું :  લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી દૂધસાગર રોડ, રાજકોટ
વ્યવસાય : CNG ll ફર્નિચર
બેંકનુંનામ :  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જીમખાના શાખા
લોનનીરકમ :  ૧,૭૯,૦૦૦/-


જેમાં મોહસીન નજીરભાઈ ડોડીયા કે જેઓ લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી દૂધસાગર રોડ પાસે રહે છે. પહેલા તે ફર્નિચરનું નાના મોટું કામ કરતા હતા અને તેઓ પોતાનો ફર્નિચરનો ધંધો વધારે વિકસાવવા  માંગતા હતા. તેમના વિસ્તારના કોમ્યુનીટી ઓર્ગેનાઇઝર વિપુલભાઈ પરમાર દ્વારા તેમના વિસ્તારમાં પ્રચાર-પ્રસાર દરમ્યાન જેઓને (DAY-NULM)ની સ્વ-રોજગાર બેન્કેબલ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી અને તરત જ તેમની લોન અરજી સંપૂર્ણ તૈયાર કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જીમખાના શાખામાં મોકલેલ હતી. આ લોન અરજી મંજુર થતા આજે મોહસીન નજીરભાઈ ડોડીયા પોતાનો ફર્નિચર ધંધો ખુબજ સારી રીતે ચલાવી રહ્યા છે. હવે તેમની પાસે ખુદનો ફર્નિચર ધંધો હોવાથી આવક વધી ગઈ છે અને આર્થિક સ્થિતિ સારી બની છે. અને તેઓ આત્મનિર્ભર બન્યા છે. આ તકે તેઓ તેમના જેવા અન્ય રોજગાર માટે ધિરાણ મેળવવા ઈચ્છા ધરાવતા લોકોને રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખાના NULM-સેલ પ્રથમ માળ ડૉ. આંબેડકર ભવન રાજકોટનો સંપર્ક કરી લાભ લેવા જણાવે છે.

Related posts

Leave a Comment