રાજકોટની પાર્થ વિદ્યાલયમાં ત્રિદિવસીય એન્યુઅલ એક્ઝીબિશન – 2023 નું ભવ્યતાથી આયોજન કરવામા આવ્યુ.

હિન્દ ન્યુઝ, રાજકોટ

               રાજકોટ 4, હસનવાડીમાં આવેલ પાર્થ વિદ્યાલયમાં વિર્ધાથીઓના અભ્યાસની સાથો સાથ અનેક વિધ પ્રવૃતિઓ કે જે વિર્ધાથીઓના જીવનમાં ઉપયોગી બને તેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે, ટૂંક એમ કહી શકાય કે પાર્થ વિદ્યાલયમાં ભણતર સાથે ગણતણ પણ કરાવવામાં આવે છે. આ પ્રવૃતિઓનું દર વર્ષ આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને તારીખ 27, 28 અને 29 માર્ચ એમ ત્રિદિવસીય એન્યુઅલ એક્ઝીબિશન – 2023 નું આયોજન કરવામાં આવેલ. સાયન્સ ફેર, હસ્તકલા, આર્ટ એન્ડ ક્રાફ્ટની સાથો સાથ ફૂડ ઝોન, ગેમ્સ ઝોન, ભારતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ પર્વતો પર બિરાજમાન દેવીઓના દર્શન વગેરેનું શાનદાર રીતે આયોજન કરવામાં આવેલ. એક્ઝીબિશન તારીખ 27, 28 અને 29 માર્ચના રોજ સવારે 8 થી 1 અને બપોરે 3 થી 6 એમ ત્રણ દિવસીય આયોજનના ભાગરૂપે વિવિધ 200થી વધુ કૃતિઓ અને પ્રોજેક્ટસ 200 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.

એન્યુઅલ એક્ઝીબિશનની શરૂઆત પ્રાર્થના ખંડમાં પ્રાર્થના બોલ્યા બાદ કરવામાં આવી હતી. બાળકોના મનોરંજન માટે ખાસ ગેમઝોનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોબાઈલની દુનિયામાં ખોવાયેલા બાળકો આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છે માટે જ આપણી સંસ્કૃતિને જાણે અને આપણી આ અમૂલ્ય સંસ્કૃતિને ભૂલી ગયેલા વિર્ધાથીઓ અને વાલીઓ ફરીયાદ કરે તેના માટે ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવેલ હતુ. આ એન્યુઅલ એક્ઝીબિશનને નિહાળવા માટે સવારથી જ સ્થાનિક લોકો, વિર્ધાથીઓના વાલીઓ તેમજ આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં સ્વયં ઉમટી પડયા હતા. એન્યુઅલ એક્ઝીબિશનમાં વિર્ધાથીઓ, આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને લોકોનાં સહયોગથી એક અનેરૂ નજાણું જોવા મળ્યું હતુ અને સૌ સાથે મળીને ભરપુર આનંદ માણ્યો હતો. આ એન્યુઅલ એક્ઝીબિશન – 2023 ને સફળ બનાવવા માટે પાર્થ વિદ્યાલયના આચાર્ય, શિક્ષકગણ તેમજ વિર્ધાથીઓ એ ખાસ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ : ભોજાભાઈ ટોયટા, નીકાવા – કાલાવડ

Related posts

Leave a Comment