માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂા. ૨૦૬૪૨ કરોડની જોગવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આગામી વર્ષોમાં આ માળખાકિય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદ્રઢ કરવા આયોજનો હાથ ધરેલ છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું લક્ષ્ય છે. ગત વર્ષની સરખામણીમાં બજેટમાં ૭૨ ટકાનો વધારો સૂચવવામાં આવેલ છે.

• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે `૨૮૦૮ કરોડની જોગવાઇ.

• મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની અંદાજે `૨૮૦૦ કરોડની કામગીરીનું આયોજન. 

• ૭ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગની કામગીરી માટે અંદાજીત ` ૨૨૦૦ કરોડની જોગવાઈ. 

• જુદા જુદા રસ્તાઓના અનુભાગોની અંદાજે ૧ હજાર કિલોમીટર લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની `૧૬૭૯ કરોડની કામગીરીનું આયોજન. 

• `૯૬૨ કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર-માર્ગિય કેબલ સ્‍ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ.

• સરખેજ-ગાંધીનગર હાઇવેને `૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ૩ સ્ટ્રકચર (છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.)ની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે.

• અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને `૩૩પ૦ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે જોગવાઈ `૬૧૫ કરોડની જોગવાઇ.

• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે ૩૦૦૦ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા `૧૭૫૦ કરોડની અંદાજીત કિંમતના કામોને મંજુરી મળેલ છે જે પૈકી ૧૧૮૫ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ, જેના માટે `૬૦૦ કરોડની જોગવાઈ.

• જૂના પુલોના પુન:બાંધકામ અને મજબુતીકરણ માટે `૫૫૦ કરોડની જોગવાઈ. 

• `૪૦૧ કરોડના ખર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તાની ૮૦ કિ.મી. લંબાઇની ખુટતી કડીઓની કામગીરી પ્રગતિ હેઠળ. 

• ભરૂચ દહેજ રસ્તા પર `૪૦૦ કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંક્શન સુધી ૩ કિ.મી. લંબાઈનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર જેમાં હયાત રેલવે ઓવરબ્રીજ ઉપર ડબલ હાઈટ પર રેલવે ઓવરબ્રીજની કામગીરી પ્રગતિ હેઠળ.

• ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો `૩પર કરોડના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.    

• રસ્તાઓનું મજબુતીકરણ, અપગ્રેડેશન, ખુટતીકડીના રસ્તાઓ અને પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટેના `૨૪૪૦ કરોડના આયોજન અંતર્ગત ૨૫ રસ્તાઓની `૬૯૩ કરોડની કામગીરી. જેના માટે `૨૭૮ કરોડની જોગવાઇ.

• પી.એમ. ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇક્વીટી ફાળા માટે `૨૦૦ કરોડની જોગવાઇ.

• કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ–૬૫ના ૪૦ કિ.મી. લંબાઈના રસ્તાને વિકસાવવા માટે `૨૦૦ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.

• સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા ૨૧૮ કિ.મી. લંબાઇના રસ્તા પૈકી ૯૫ કિ.મી. લંબાઇના રસ્તાઓ માટે રૂા.૨૧૯ કરોડની કામગીરી. જેના માટે `૧૪૦ કરોડની જોગવાઇ.

• આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે `૩૨૨ કરોડની કામગીરી. જેના માટે `૧૨૩ કરોડની જોગવાઇ.

• રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે:

o ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવતા રેલ્વે લેવલ ક્રોસીંગ તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી.ની. કામગીરી પૈકી `૨૯૭૬ કરોડના ખર્ચે કુલ ૫૨ (બાવન) રેલ્વે ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ. 

o ફાટક મુકત અભિયાન હેઠળ `૪૧૧૮ કરોડના ખર્ચે કુલ ૮પ આર.ઓ.બી. ની કામગીરી પ્રગતિ હેઠળ.

વર્ષ ૨૦૨૩-૨૪ માં નવી બાબતો માટે નીચે મુજબ જોગવાઇઓ સૂચવવામાં આવેલ છે.  

• ટુરિસ્ટ સર્કિટને જોડતાં રસ્તાઓના વિકાસ માટે `૬૦૫ કરોડની જોગવાઈ.

• અંદાજીત ` ૧૬૦૦ કરોડના ખર્ચે પરિક્રમા પથના બાંધકામ અન્વયે ` ૫૦૦ કરોડની જોગવાઈ.

• અંદાજીત ` ૧૫૦૦ કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓ વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભુજ-ભચાઉ અને રાજકોટ-ભાવનગરને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે `૩૮૪ કરોડની જોગવાઈ. 

• અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને `૯૫૦ કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે `૧૬૦ કરોડની જોગવાઈ. 

• ભરૂચ–દહેજ રસ્તાને `૮૦૦ કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ-વે તરીકે વિકસાવવા માટે `૧૬૦ કરોડની જોગવાઈ 

Related posts

Leave a Comment