ગુજરાત રાજ્ય ટેક્ષ્ટાઈલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવે છે

હિન્દ ન્યુઝ, બોટાદ

ગુજરાત રાજ્ય ટેક્ષ્ટાઈલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે. થ્રસ્ટ સેકટરમાં ગ્રીન એમોનિયા, ફયુઅલ સેલ, બેટરી સ્ટોરેજ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઇલેકટ્રોનિકસ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ ઉભી કરવામાં આવશે.

ઉદ્યોગ

• ટેક્ષ્ટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ₹૧૫૮૦ કરોડની જોગવાઇ.

• MSME ઉદ્યોગો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેકટરની કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે જુદા જુદા પ્રકારની સહાય માટે ₹૧૫૦૦ કરોડની જોગવાઈ.

• મોટા ઔદ્યોગિક એકમોને રાજ્યમાં મૂડીરોકાણ માટે પ્રોત્સાહિત કરવા ₹૮૮૦ કરોડની જોગવાઈ.

• ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે ₹૫ કરોડની જોગવાઇ. 

• માઇક્રો અને સ્મોલ એન્‍ટરપ્રાઇઝના વિલંબિત ચૂકવણાના કેસોના નિર્ણય ઝડપી અને અસરકારક બનાવવા પાંચ વધારાની કાઉન્સિલની રચના કરવા માટે ` ૧ કરોડની જોગવાઈ.

એગ્રો અને મત્સોદ્યોગ

• એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા `૨૦૦ કરોડની જોગવાઇ.

• દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારીત મત્સ્યોદ્યોગના વિકાસ માટે `૧૧૭ કરોડની જોગવાઈ.

આઇટી

• સેમીકંડકટર પોલિસી હેઠળ સેમી કન્‍ડકટર અને ડિસ્પ્લે ફેબ તેમજ ઓસેટ ફેસીલીટી માટે ₹ ૫૨૪ કરોડની જોગવાઇ. 

• ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ ઇલેકટ્રોનિકસ ક્ષેત્રના ઉદ્યોગો માટે ₹૧૨૫ કરોડની જોગવાઈ.

• આઇ.ટી.પોલીસી હેઠળ રોકાણોને પ્રોત્સાહન આપી રોજગારીનું સર્જન કરવા ₹૭૦ કરોડની જોગવાઇ.

• સાયન્સ સીટી ખાતે ભારત સરકારની સંસ્થા InSpace સાથે મળીને સ્પેસ મેન્યુફેકચરીંગ ક્લસ્ટરનો વિકાસ કરવા માટે જોગવાઈ ₹૧૨ કરોડ    

• આઇ.ટી. અને સ્ટાર્ટઅપ કલ્ચરના સર્વાંગી વિકાસ હેતુ સાયન્સ સિટી ખાતે આઈ. ટી. અને સાયન્સ પાર્કના વિકાસ માટે ₹૧૦ કરોડની જોગવાઈ.

કુટીર ઉદ્યોગ

• શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજના અન્વયે ૩૭ હજાર લાભાર્થીઓ માટે ₹૨૩૭ કરોડની જોગવાઇ.

• ODOP (One District One Product) યોજના હેઠળ દરેક જિલ્લાની ખાસ ઉત્પાદિત આઇટમની આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી કરવા માનનીય વડાપ્રધાનશ્રીએ આહ્વાન કરેલ છે. પાટણના પટોળા, જામનગરની બાંધણી અને કચ્છનું ભરતકામ એ ગુજરાતની આગવી ઓળખ અને ભવ્ય વારસાના પ્રતિક છે. કે જેમને જી.આઇ.ટેગ મળેલ છે. એકતાનગર ખાતે દેશના વિવિધ રાજયોના ઉત્પાદનો અને હસ્તકલા ઉત્પાદનોના પ્રમોશન અને વેચાણ માટે યુનિટીમોલ સ્થાપવામાં આવેલ છે. આજ પેટર્ન પર ગાંધીનગર ખાતે પણ યુનિટીમોલ સ્થાપવામાં આવશે.

પ્રવાસન

રાજયમાં પ્રવાસન ક્ષેત્રમાં રૂ. ૨૦૭૭.૦૦કરોડની જોગવાઇ કરીને સરકારે પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવાની સાથે રોજગારીની વિપુલ નવી તકો ઉભી કરવા પહેલ કરી છે.

• હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે ₹ ૩૩ કરોડની જોગવાઇ.

કૌશલ્ય વિકાસ

• આઈ.ટી.આઈ.ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે `૨૩૯ કરોડની જોગવાઇ

• અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે `૧૫૫ કરોડની જોગવાઇ.

• દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ `૮૮ કરોડની જોગવાઇ.

• કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટીના વિકાસ તેમજ યુવાનોને ડ્રોન તાલીમ જેવા ઉભરતા કૌશલ્યના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ માટે `૪૮ કરોડનું આયોજન. 

• વિવિધ એકમો ખાતે એપ્રેન્ટિસને તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે `૩૬ કરોડની જોગવાઈ. 

• મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઇપેન્‍ડ માટે `૧૬ કરોડની જોગવાઇ.

• માનવ ગરિમા યોજના હેઠળ લોકોને સ્વરોજગારીનો લાભ આપવા માટે `૧૫ કરોડની જોગવાઈ.

• ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૫ કરોડની જોગવાઇ. 

• ડ્રોન મેન્યુફેકચરીંગ એન્‍ડ ટ્રેનીંગ લેબોરેટરી (Drone MANTRA) દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમો અને સંશોધન માટે ` ૪ કરોડની જોગવાઇ.

• દીનદયાલ ગ્રામીણ કૌશલ યોજના હેઠળ ૫૦૦૦ જેટલી મહિલાઓને ડાયમંડ વર્કની અને બીજી મહિલાઓને જુદા જુદા કૌશલ્ય માટે તાલીમ આપવા માટે ` ૯ લાખની જોગવાઇ.  

• માનવ કલ્યાણ યોજના અન્વયે ૨૭ ટ્રેડ માટે અંદાજે ૩૫ હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

ગિફ્ટ સિટી

• ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર કાર્યરત એવું આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓનું કેન્દ્ર છે. ભારતની અને વિદેશની નામાંકિત બેંકો, ઇન્શ્યુરન્સ અને રિઇન્શ્યુરન્સ કંપનીઓ, બે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો અને તેની સાથે મૂડી બજાર સાથે જોડાયેલ ઇન્ટરમીડિઅરીઝ ગિફ્ટ સિટી ખાતેથી કાર્યરત છે. તાજેતરમાં, ગિફ્ટ સિટી ખાતે નવી બિઝનેસ ગતિવિધિઓ જેવી કે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ, શીપ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ટ્રેઝરી કાર્યો તથા અન્યને મંજૂરી આપવામાં આવેલ છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત એક્સચેન્જોમાં ૫૦ બિલિયન યુ.એસ.ડોલરથી પણ વધારેના બોન્ડનું લિસ્ટિંગ થયેલું છે. ગિફ્ટ સિટી ખાતે કાર્યરત IFSC ભારતીય કોર્પોરેટ્સને વિદેશી મૂડી બજારમાંથી મૂડી અને ઋણ (ડેટ)મેળવવાની મોટી તક પૂરી પાડે છે.

• ગિફ્ટ સિટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન-ટેક હબ સ્થાપવામાં આવશે. આ હબનો ઉદ્દેશ ભારતમાં ફિન-ટેક શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં સુધારો કરવાનો, ફિનટેક સ્ટાર્ટ અપ તથા ઇન્કયુબેશનને પ્રોત્સાહિત કરવા, ટેકનોલોજીમાં પુરાવા આધારિત સંશોધન, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધનકારોને પ્રોત્સાહિત કરવા માટેનો છે. ગિફ્ટ સિટી માટે જોગવાઇ `૭૬ કરોડ.

Related posts

Leave a Comment