બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નેસડા(ગો.)ગામે કોવિડ 19 વાયર સની રસી આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, સુઈગામ 

    કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણ મહામારી ને અટકાવવા માટે કેન્દ્ર સરકાર ના સાહસ ને સાર્થક કરવા ગુજરાત રાજ્યના મા.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સમગ્ર રાજ્યમાં કોવિડ-19ની રસી સમયસર મળી રહી, અને કોવિડ-19 વાયરસ ને ફેલાતો અટકાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીબાલા ના તાબા હેઠળ આવતા ગોલપ સબ સેન્ટર ના ગામ નેસડા ગામની દુધ સેવા સહકારીમંડળી (દૂધ ડેરી) ખાતે સાંજે 6:00 pm કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 45 વર્ષની ઉંમર ના તમામ લાભાર્થીઓને ખાસ કરીને અત્યારે મોટાભાગના ગ્રામજનો, ખેડૂતો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી ખેતરોમાં (ગામની સીમમાં) વસવાટ કરે છે અને સાજ દૂધ મંડળીમા દૂધ આપવા (ભરાવવા) આવતા હોવાથી તમામ ખેડૂતો, ગ્રામજનોને 45 વર્ષની ઉંમર ના લાભાર્થીઓને વેક્સિન આપી શકાય તે હેતુથી અગ્રણી જઞતાજી રાઠોડ(મા.ડેપ્યુટી સરપંચ), દુધ મડલી સભ્ય અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ની હાજરી મા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિન આપવામાં આવી હતી.
તમામ 45 વર્ષની ઉંમરના લાભાર્થીઓને કોવિડ-19 કોરોના વાયરસની વેક્સિન લેવાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી આજાજી રાજપુત તેમજ મા. ડેપ્યુટી સરપચ જગતાજી રાઠોડ એ તમામ ને અપીલ, વિનંતી કરવામાં આવી હતી.

આ કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણ મહામારી રોકવા વેક્સિન ગુજરાત સરકાર ની ગાઇડલાઇન મુજબ શોસિયલડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને લાભાર્થીઓ, ગ્રામજનો, ગામમાં ફરજ બજાવતા આરોગ્ય કાર્યકર મ. પ.(મલ્ટી પ્રપોઝ) હેલ્થ વર્કર દિલીપ ભાઈ ચૌહાણ, ફિમેલ હેલ્થ વર્કર શ્રીમતિ મનિષા બેન રણછોડભાઈ તેમજ આશાવર્કર મતિ ગીતા બેન મનજી ભાઈ રાઠોડ તથા શાન્તા બેન ધેગાજી રાઠોડ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોના હિતને ધ્યાનમાં કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment