ચોટીલા તાલુકાની નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ચોટીલા

            ચોટીલા તાલુકાની નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ચોટીલા તાલુકા પ્રમુખ અને ગામના સરપંચ ઉપસરપંચ શાળાના શિક્ષકો અને ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત મા ૧૦૦% ટકા નામાંકન થાય અને સૌ બાળકો શાળામાં પ્રવેશ મેળવે ને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં ૨૦ જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો.

ગામના દાતાઓ દ્વારા બાળકોને અભ્યાસ માટેની કીટ સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાની બાળાઓએ સુંદર મજાનું સ્વાગત ગીત રજુ કરી કાર્યક્રમને શોભાવ્યો. દૂરથી વાડી વિસ્તારમાંથી આવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ શરૂ કરવામાં આવી બાળકોને છોડમાં રણછોડ દેખાય બાળકોએ વૃક્ષો પ્રત્યે જાગૃત થાય તે હેતુસર મહેમાન દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment