હિન્દ ન્યુઝ, ભાવનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ધોરણ-૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન આપવાં માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘાવાડી રોડ ખાતે આવતીકાલે સવારે ૧૦-૦૦ કલાકે યોજાશે. અહીંથી જ રાજ્યના ૮ મહાનગરોમાં તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન માટે અક્ષરવાડી ખાતે આજે તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા શિક્ષણાધિકારી એન.જી. વ્યાસ અને શિક્ષણ વિભાગના…
Read MoreMonth: May 2022
કલ્યાણપુરા ગામ ખાતે શ્રી રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા
હિન્દ ન્યુઝ, રાધનપુર કલ્યાણપુરા ગામ ખાતે આજ રોજ શ્રી રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે વર્ષે દરમિયાન મહોત્સવ ઉજવાયો, જેમાં હવન મહા આરતી, મહા પ્રસાદ, ધજા ચડાવી ગ્રામજનો એ ધન્યતા અનુભવી હતી. કલ્યાણપુરા ગામ ખાતે શ્રી રામજી મંદિર ના પૂજારી સાધુ કાશીરામ દાસ બાપુ તથા કલ્યાણપુરા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. શ્રી રામજી મંદિર ખાતે હવન ના ચડાવાના યજમાન રામાનુજ અનિલ કુમાર કાશીરામ રહ્યા હતા. જેઓ એ પ્રસાદ મહા આરતી તેમજ હવન માં યજમાન તરીકે બેસી ધન્યતા અનુભવી હતી. ધજા ના ચડાવા માં ૫૦૧ ઠાકોર પરમાભાઈ વધાભાઈ,…
Read Moreબોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે, તેમજ ભૂતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, અને માલ મિલ્કતને નુકશાન થાય છે, જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે…
Read Moreઆગામી તા.૩૧ મે ૨૦૨૨ ના રોજ ઢસા ગામ ખાતે જુના વાહનોના ફીટનેશ તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ યોજાશે
હિન્દન્યૂઝ, બોટાદ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોએ આગામી તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ જુના વાહનોના ફીટનેશ તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઈન્ડસ્ટ્રીસની સામે, ગઢડા રોડ, મુ.ઢસાગામ, તા.ગઢડા, જિ.બોટાદ ખાતે સવારે ૯-૦૦ થી ૧૨ કલાક સુધી રાખવામાં આવેલ હોઈ આ કેમ્પનો વધુમા વધુ લાભ લેવા જણાવાયુ છે.
Read Moreબોટાદ ખાતે તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ ભરતી મેળો યોજાશે
બોટાદ બોટાદ જીલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર પટેલ વેલસ્પન ઇન્ડિયા લીમીટેડ-અંજાર, કચ્છ-ભુજ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૦૮ પાસ અથવા આઈ.ટી.આઈ પાસની તકનીકી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન ખસ રોડ, બોટાદ ખાતે તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ શૈક્ષણિક લાયકાતના…
Read Moreબોટાદ સહિત આઠ જિલ્લાઓમાં નવા ચેરિટી ભવનનું નિર્માણ થશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ કલેક્ટર કચેરી ખાતે આયોજિત વિડીયો કોંફરન્સમાં મુખ્યમંત્રીએ જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી, બોટાદને ફાળવેલી જમીનનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું અને તકતીનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રાજયમંત્રી દેવાભાઈ માલમ, કાયદા સચિવ રાવલ, ચેરીટી કમિશનર શુકલા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે તેમ જણાવી મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં…
Read Moreતા. ૩૧ મે ના રોજ વડાપ્રધાનના હિમાચલપ્રદેશના શિમલાથી લાઇવ થનાર કાર્યક્રમના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી તા. ૩૧ મે ના રોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશને હિમાચલપ્રદેશના શિમલાથી ઓનલાઇન માધ્યમથી સંબોધવાના છે. આ અંતર્ગતનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરદારનગર ખાતે આવેલાં ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા કક્ષાના અધિકારીઓ ઓનલાઇન અને ભાવનગર ખાતેના અધિકારીઓ રૂબરૂ જોડાયાં હતાં. આ બેઠકને સંબોધન કરતાં કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ સામાન્ય અને છેવાડાના માનવી માટે ચલાવવામાં આવે…
Read Moreટ્રાન્સજેન્ડરોના કલ્યાણ માટેની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ટ્રાન્સજેન્ડરોને લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લા ના લુણાવાડા ખાતે પ્રથમ ટ્રાન્સ જેન્ડર લોકોને પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ એનાયત કરતા જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર ભારત સરકાર દ્વારા ટ્રાન્સ જેન્ડર વ્યકિતઓ માટેના કાયદા અંતર્ગત તેઓને વિવિધ પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તેમજ ટ્રાન્સ જેન્ડર લોકોની સમાજમાં ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મહીસાગર-લુણાવાડા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર બંસલના હસ્તે પ્રથમ ટ્રાન્સ જેન્ડર લોકોને પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આજે કલેકટરાલય ખાતે ટ્રાન્સ જેન્ડર લાભાર્થી સુમનકુંવર કૈલાસકુંવરને ઓળખપત્ર એનાયત કરતાં જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર બંસલએ સરકાર દ્વારા…
Read Moreરાજ્યકક્ષા એ યોજાયેલ ખેલમહાકુંભ માં ગામ, તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું
હિન્દ ન્યુઝ, અરવલ્લી અમદાવાદ ખાતે તારીખ ૨૦-૦૫ થી ૨૨-૦૫ ના રોજ ધ અરેના ટ્રાન્સટેડિયા, કાંકરિયા મણિનગર સ્ટેડિયમ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ૧૧ માં ખેલ મહાકુંભ ૧૫૪ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમાં અરવલ્લી જિલ્લાના લાલપુર ગામના અને પુંસરી હાઈસ્કૂલ ના નિવૃત્ત વ્યાયામ શિક્ષક સ્વ.ઝાલા મૂળસિંહ પરબતસિંહ ના સુપુત્ર ઝાલા સર્જનસિંહ મૂળસિંહ (સર્જનભા મુખી)એ અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ખેલમહાકુંભ બોક્સિંગ ચેમ્પિયન સેમી ફાઇનલ નવસારી અને અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ વચ્ચે યોજાઇ હતી. એમાં અરવલ્લીની ટીમે જીત મેળવી હતી. એમાં ઝાલા સર્જનસિંહ મૂળસિંહ એ “બ્રોન્ઝ મેડલ” જીતી ને રાજ્ય જિલ્લો અને તાલુકાનું અને પોતાનું…
Read Moreશૈક્ષણિક જ્યોત પ્રજ્જલિત રાખવાનો પ્રયાસ
હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોનાકાળ દરમિયાન ભૌતિક રીતે શાળાએ ન જઇ શકવાને કારણે વિદ્યાર્થીઓને લેખન –ગણનને થયેલાં નુકશાનને સરભર કરવાં માટે ભાવનગરના પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં સમર વેકેશન કેમ્પ યોજીને વિદ્યાર્થીઓની લેખન- ગણનની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે શિક્ષણ બે વર્ષ શૈક્ષણિક કાર્ય બંધ રહેવાને કારણે ધોરણ-૧ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૩ માં અને ધોરણ-૬ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૮ માં અને ધોરણ-૭ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૯ માં પ્રવેશ મેળવશે. પરંતુ તેમની ક્ષમતા કરતાં વધુ ભણતરનું ભારણ તેમના પર આવશે કારણ કે, કોરોનાને કારણે તેમની લખવાની શક્તિ અને ક્ષમતા…
Read More