ખેડા જિલ્લાના નડિયાદ પાસેના વિણા ગામ નજીક શનિવારની સાંજે એક હેલિકોપ્ટરે ખુલ્લા ખેતરમાં લેન્ડિંગ કરતાં ભારે કુતુહલતા સર્જાઈ

હિન્દ ન્યૂઝ, નડિયાદ               હેલિકોપ્ટરમાં ટેકનીકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જેના પગલે લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા. આ કારણે રોડ પર પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો.                હાઈડ્રોલીક ઓઇલ લીકેજને લીધે ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું. ઇન્ડીયન આર્મિનું હેલીકોપ્ટર નંબર IA 1105 ઇન્ડીયન આલ્ફા ALHMK-1 નું કેવડીયાથી વડોદરા આવ્યું હતું. ત્યાર બાદ વડોદરાથી અમદાવાદ જવા નીકળ્યું હતું. જેમાં આર્મિ લેફટનન્ટ જનરલ, AOC ઓફીસર, કર્નલ, પાયલોટ-2, ટેકનીશીયન એમ 6 અધિકારી તથા સ્ટાફ હેલીકોપ્ટરમાં હતા. દરમિયાન​​​​​​​ નડિયાદના વીણા…

Read More

 માણાવદર ખાતે આજે ભવ્ય શાકોત્સવ ઉજવાયો

હિન્દ ન્યૂઝ,  માણાવદર માણાવદરમાં શ્રી ધર્મકુળ આશ્રિત, સ્વામિનારાય સત્સંગ સમાજ તેમજ શ્રી લક્ષ્મીનારાયનદેવ યુવક મંડળ માણાવદર દ્રારા આજે હનુમાનજીના સાંનિધ્યમાં હળમતાળી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. આ ભવ્ય શાકોત્સવ વિશે સ્વામિનારાયણ મંદિર બગસરા ના વિવેકસ્વરૂપ સ્વામી એ જણાવ્યું હતું કે, માણાવદર ધામ ખાતે 200 વર્ષ પહેલાં શાકોત્સવનું આયોજન કરેલું હતું. જેની જાંખી કરતા ભવ્ય શાકોત્સવનું આયોજન આજે કરેલું છે. જેનો હજારો હરીભક્તોએ લાભ લીધો છે. સવારથી જ સ્વામિનારાયણ ની કથા, ધૂન, પૂજા અર્ચના, સત્સંગથી ભક્તો પોતાના આત્માને પરમાત્મા બનાવી શકે, હિંદુ સસ્ક્રુતિનું ગૌરવ વધે, લોકોને પોતાના કર્તવ્યનો ખ્યાલ આવે…

Read More

દેવગઢ બારિયા શહેર ના કાપડી વિસ્તાર માં મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા દેવગઢ બારિયા શહેરમાં આવેલ કાપડી વિસ્તાર મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો. જેમાં ૫૭ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવેલ છે. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજી યુસુફ પટેલ તથા હાજી ઇશાભાઇ પટેલ અને મેક્સિવીન હ્યુમનકેર ફાઉન્ડેશન (N.G.O.) દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં મેક્સિવીન હ્યુમનકેર ફાઉન્ડેશનના (N.G.O.) ના દાહોદ જીલ્લા ઉપપ્રમુખ અબ્દુલ રજાકભાઇ મનસુંરી અને દેવગઢ બારિયા તાલુકા પ્રમુખ મજીતભાઇ પીપલોદીયા, તાલુકા ઉપપ્રમુખ રફિકભાઇ ભીખા, તાલુકા સચિવ યાકુબભાઇ પટેલ, તાલુકા સભ્ય ઇબ્રાહિમ શેખ, ઇબ્રાહિમ બક્ષાવાળા, નગરપાલિકા સભ્ય ઇકબાલભાઇ પટેલ, ડો.મોઇદિ્ન કાજી, ગોધરા ઇન્ડિયન રેડક્રોસના ડો.આર.કે. શાહ અને…

Read More

ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમનો કાર્યક્રમ મોકૂફ રખાયો : જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ

હિન્દ ન્યૂઝ, નડિયાદ આગામી તા.૨૮ માર્ચના રોજ ફાગણી પૂનમ નિમિતે ડાકોર રણછોડરાય મંદિરે દર્શનાર્થીઓ માટે વ્‍યવસ્‍થા અંગે જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલની અધ્‍યક્ષતામાં જિલ્‍લા વહીવટી તંત્રના ઉચ્‍ચ અધિકારીઓ તેમજ ડાકોર ટેમ્‍પલ કમિટીના પદાધિકારીઓ સાથે ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઇ હતી. જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે આજે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે, હાલની કોરોનાની સાંપ્રત પરિસ્‍થિતિને ધ્‍યાને રાખીને ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમનો કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે. તેઓએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લા થોડા દિવસોથી કોરોના બિમારીની તિવ્રતા સતત વધી હોય તેમજ ફાગણી પૂનમ નિમિતે ડાકોર ખાતે ખેડા જિલ્‍લા ઉપરાંત આજુબાજુના જિલ્‍લામાંથી લાખોની સંખ્‍યામાં દર્શનાર્થીઓ પધારતા…

Read More

સાબરમતી આશ્રમથી ૧૨માર્ચના રોજ નીકળનારી દાંડીયાત્રા ખેડા જિલ્લામાંથી પસાર થશે

હિન્દ ન્યૂઝ, ખેડા તા.૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી નિકળનારી દાંડીયાત્રાનો શુભારંભ સાબરમતી આશ્રમથી કરાવશે. અમદાવાદ સાબરમતી આશ્રમથી નિકળનારી દાંડીયાત્રા ખેડા જિલ્‍લામાં પ્રવેશ કરશે અને પૂ.મહાત્‍મા ગાંધીબાપુની ૧૯૩૦માં નિકળેલી મૂળ દાંડીયાત્રા મુજબના જ રૂટ ઉપરથી આ યાત્રા ખેડા જિલ્‍લામાંથી પસાર થશે. જેમાં ખેડા જિલ્‍લામાં જુદા જુદા ત્રણ ગામોમાં પદયાત્રીઓ રોકાણ કરશે. જેમાં અમદાવાદ સાબરમતીથી નિકળ્યા બાદ પ્રથમ દિવસે અસલાલી ગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્‍યારબાદ બીજા દિવસે પદયાત્રીઓ નવાગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્રીજા દિવસે માતરમાં રોકાણ કરશે તેમજ જિલ્લાના મુખ્‍ય મથક નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં પણ આ…

Read More

ધનકવાડા ગામે કોવીડ-19 કેન્દ્ર ખાતે કોરોના વેકસીન નો પ્રારંભ, ગામના વડીલો એ લીધી વેક્સીન

હિન્દ ન્યૂઝ, દિયોદર          દિયોદર આરોગ્ય વિભાગ ના અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ દરેક ગામો માં કોરોના વેકસીન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દિયોદર તાલુકા ના ધનકવાડા આરોગ્ય સબ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ-19 રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધનકવાડા આજુ બાજુ વિસ્તાર ના વડીલો એ કોરોના વેકસીન લીધી હતી. જેમાં આરોગ્ય કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. જેમાં ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા દરેક વડીલો ને કોરોના વેકસીન લેવા અપીલ કરવામાં આવી હતી. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

‘શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ’ માં વિદાય સમારોહ

હિન્દ ન્યૂઝ, થાનગઢ                ‘શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર’ માં ચાર વર્ષથી “દીદી” તરીકે ફરજ બજાવતા રીંકલબેન મકવાણા વિદ્યાલય માંથી વિદાય લઈ રહ્યા હોવાથી વિદ્યાલયમાં વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું. તારીખ-6/03/2021ને શનિવારના રોજ વિદ્યાલયમાં સમુહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું. ત્યાર બાદ રીંકલ દીદી ના ચાર વર્ષની વિદ્યાલય કામગીરી ને યાદ કરવામાં આવી “શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવારે” તથા પ્રધાનઆચાર્ય હસમુખ ગુરુજી તથા સહપ્રધાન આચાર્ય રાજેન્દ્રગુરુજી દ્વારા ભેટ-સોગાદો આપીને સન્માનિત કર્યા હતા. વિદાય સમારોહને ‘શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવાર’ થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યો. રિપોર્ટ :…

Read More

ગૌશાળાઓ તેમજ પાંજરાળાપોળોને જરૂર પ્રમાણે સુવિધાઓ પુરીપાડવામાં આવે અને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે એવી વાવ ના ધારાસભ્યએ મુખ્યમંત્રી ને લેખીત ભલામણ કરી

હિન્દ ન્યૂઝ, વાવ             બનાસકાંઠા જિલ્લા ના ભાભર તાલુકા ના વાવ ખાતે ગૌશાળાઓ અને પાંજરાળાપોળો ને પશુદિઠ સબસીડી આપવાવાવના પગલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને કરી લેખિત રજુઆત કરી. ઉ.ગુજરાતમાં મોટા ભાગના ગામોથી તાલુકા કક્ષાએ રજી. ગૌશાળાઓ જીવદયા પ્રેમીઓ, લોકફાળાથી ચલાવેછે, દાતાશ્રીએ દાન આપે છે, પરંતુ છેલ્લા અકાદ વરસથી કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. લોકોને કોઈ આવક ન હોવાથી તેઓ ગૌશાળાઓ ને મદદ ઓછી કરી શકે છે. પરિણામે પશુધનની નિભાવણી કરતાં વહિવટકર્તાઓ ભારે ચિતાનાં વાદળ ઘેરાયાં છે. આ એક ચિતાનો…

Read More

અરણેજ ગામે શહીદ વીર જીતેન્દ્રસિંહ સોલંકી વિરાંજલી કાર્યક્રમ અને સ્ટેસ્યુ અનાવરણ કાર્યક્રમ

શહીદોના સન્માનમાં દેશ ભક્તિ ગીત સંગીત સંધ્યા કાર્યક્રમ હિન્દ ન્યૂઝ, કોડીનાર              આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અરણેજ ગામે અમર શહીદ વીર જીતેન્દ્રસિંહ સોલંકીના સ્મારક તેમજ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ શહીદો ના સન્માનમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહ ના પ્રમુખ સંચાલક જેઠાભાઈ સોલંકી પૂર્વ સંસદીય સચિવ ગુજરાત રાજ્ય, કાર્યક્રમ ના પ્રમુખ સ્થાને શિક્ષણ નાયબ નિયામક બી. આર. જરગેલા, સમારોહ ના ઉદઘાટક પી. આઇ. કોડીનાર તાલુકા સંદીપસિંહ ચુડાસમા તેમજ તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા, અરજણભાઈ ભજગોતર, મનસુખ ભાઈ ગોહિલ, અંબુજા…

Read More

એસ.એસ.સી. બોર્ડ ધો.૧૦ માટે મોટા સમાચાર-બોર્ડની પરીક્ષાની ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, માણાવદર એસ.એસ.સી બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ ની બોર્ડ ની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની તારીખ -૫ ના રોજ પૂર્ણ થતી હતી. જે શિક્ષણ વિભાગ દ્વારા લંબાવવામાં આવેલ છે. જે ઓનલાઈન ફોર્મ તા.૧૫/૩ સુધી ભરી શકાશે. ૧૫ માર્ચ સુધી કોઈ લેઈટ ફી લાગશે નહિ. ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ બાકી રહેવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ધો.૧૦ ના બોર્ડની પરીક્ષા ના ઓનલાઈન ફોર્મ ૧૫ માર્ચ સુધી ભરી શકાશે. રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Read More