રાજકોટ થી દ્વારકા સુધીનાં હાઇ-વે પર ૨,૦૦૦ ગૌવંશને રેડીયમ બેલ્ટ બાંધવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, જામનગર
હિન્દુ સેના તથા ગૌરક્ષાદળ અને ગૌરક્ષકો દ્વારા રાજકોટ શહેર તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારો સહિત દ્વારકા સુધીનાં હાઇ-વે પર ગૌવંશને રેડીયમ બેલ્ટ બાંધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે દ્વારકા નજીક હાઇ-વે પર એક ગૌવંશ માર્ગમાં આવતાં ખાનગી બસ અને બે કાર તથા ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ૭ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા હતાં. ત્યારે ગૌવંશને રેડીયમ બેલ્ટ બાંધવાથી હાઇ-વે પર વાહન ચાલકોને દૂરથી ગૌવંશ નજરે ચડી શકે જેને પગલે અકસ્માત નિવારી શકાય. પરીણામે ગૌરક્ષા સાથે માનવરક્ષાનું લક્ષ્ય પણ સાર્થક થાય એ માટે ૩૫ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટ હિન્દુ સેના ગૌરક્ષા પ્રમુખ કાનાભાઇ ચાવડીયા તથા તેમની ટીમ અભયસિંહ, રાહુલભાઇ તથા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટની રાહબરી હેઠળ ૨ હજારથી વધુ ગૌવંશને રેડીયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. માર્ગ પર બેઠેલા ગૌવંશ ને ઘાસચારા, ગોળ, ખોળ, કપાસિયા સહિતની ખાદ્ય સામગ્રી આપીને તેમાં વ્યસ્ત રાખી તમામ ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી સુપેરે નિભાવી હતી.