દિવાળીના તહેવાર દરમ્યાન દારૂખાનું વેચવા આણંદ શહેર/ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં હંગામી પરવાના મેળવવા માટે ૨૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદ જિલ્લામાં આણંદ શહેર/ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં આગામી દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં આણંદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને મોકલવાની રહેશે.

નિયત નમૂનાની અરજી પર રૂ.૩ની કોર્ટ ફી સ્ટેમ્પ, “રૂ.૭૦૦ સરકાર”ના તથા “૦૦૭૦ OAS” સદરે  જમા કર્યા અંગેનું ચલણ, અરજદારના પુરાવા, જગ્યાની માલિકી બાબતનો પુરાવો, ભાડાની દુકાન હોય તો ભાડા કરાર અને ભાડે દુકાન આપનાર માલિકનો રૂ.૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જવાબ, પરવાનાના સ્થળે ફાયર સેફટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર https://gujfiresafetycpo.in/regulation તથા https://gujfiresafetycop.in વેબસાઈટ ઉપરથી ઓનલાઈન મેળવવા ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશન, નગર પંચાયત,ગ્રામ પંચાયત, નગરપાલિકાનું ચાલુ વર્ષનું ’’ના વાંધા પ્રમાણપત્ર’’, ધંધાની સુચિત સ્થળની ૧૫ મીટર ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના વ્યાપારના પ્રકાર,શાળા, કોલેજ, હોસ્પીટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન,પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની સ્પષ્ટ વિગતો દર્શાવતો નકશો સામેલ રાખવાનો રહેશે તેમ આણંદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment