“દિવાળી અને ૨૬ મી જાન્યુઆરી” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૧ ના રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનૉલોજિના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ એપ, ઈન્સટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સામાની તાતી જરૂર છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ફેસબૂક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડીયો ક્લિપ રજૂ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે જે અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર સંચાલિત મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કાર્યક્રમ અંતર્ગત “દિવાળી અને ૨૬ મી જાન્યુઆરી” વિષય પર એક સ્પર્ધક બંને વિષય પર ચિત્ર દોરી શકે જેની અલગ અલગ સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા.૨૮/૧૦/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું,મોબાઈલ નંબર,ઇ-મેઈલ ID વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/પાનકાર્ડ) ની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે અને બાહેંધરી પત્ર આપવાનું રહેશે. આ સ્પર્ધા માં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અલગ અલગ સ્પર્ધામાં ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજન આશ્વાસન ઇનામો આપવામાં આવશે. જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા.૨૮/૧૦/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો અને બાહેંધરી પત્ર કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment