ભાભર તાલુકાના કુવાળા ગામે ગેસ લીકેજ થતાં અચાનક આગ ફાટી નીકળી

હિન્દ ન્યુઝ, ભાભર ભાભર તાલુકાના કુવાળા ગામ ના બસ સ્ટેન્ડ થી નજીક માં આવેલા એક પાર્લરમાં ગેસ લીકેજ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પાર્લર તથા બાજુ માં ટાયર પંચર ની દુકાન પણ આગ ની ઝપેટ માં આવી હતી. બંને દુકાનો કુવાળા ગામ ના ઠાકોર ઈશ્વરભાઈ હેમતભાઇ ની હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પાર્લરમાં રાખેલ રોકડ રકમ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આમ અચાનક આગ ફાટી નીકળતા લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચી ને આગ ને કાબુ કરી હતી. ત્યારે બાદ માં ભાભર ફાયર ફાઇટર ઘટના સ્થળે…

Read More

વિરમગામ ના રેહવાસી ફૈયાઝ હુશેન ની અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ માં નિમણૂંક

હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ ના રેહવાસી બાહોશ નીડર યુવા પત્રકાર ફૈયાઝ હુશેન ની અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ માં નિમણૂંક કરવામાં આવી છે. અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી દ્વારા કર્મનિષ્ઠા , લગન , સમાજસેવા તેમજ સામાજિક સંગઠનાત્મક કાર્યો ને ધ્યાને રાખીને વિરમગામ શહેર ના બાહોશ નીડર યુવા પત્રકાર અને હંમેશા લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપી ખુબ જ ટૂંકા સમયગાળામાં પત્રકારિત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ફૈયાઝહુશેન રજ્જાકભાઈ ને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી માં વિરમગામ તાલુકા સહિત જીલ્લા માં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં…

Read More

છાપી ગામના ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને સોલાર લાઈટોનું વિતરણ કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, છાપી બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી ગામના મુળ વતની અને હાલ માં મુંબઈ ખાતે રહેતા સોહેલ ઉસ્માન નેદરીયા એ માનવ સેવા એજ પ્રભુ સેવા ની ઉત્તમ કામગીરી કરતા લોકો ના દિલ માં એક આગવું સ્થાન મેળવેલ છે. ગરીબ લોકોમાં લોકડાઉન થી લઇ અને આજ સુધી લોક સેવા કરી ગરીબ લોકોને જરૂરિયાત મુજબ રાસન કિટો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુંબઈ મા નોકરી-ધંધાના કામ અર્થે રહેતા સોહેલ ઉસ્માન નેદરીયા એ લોકડાઉન થયું તે દિવસથી મનમાં એક વિચાર આવ્યો હતો કે કુદરતે તેમને જે આપ્યું છે તેમાંથી લોકોને કંઈક…

Read More

જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે “પોષણ અભિયાન-પોષણ માહ” અંતર્ગત વેબીનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, રાજપીપલા, તા. 22-09-2020નાં રોજ મહિલા અને બાળ વિભાગ દ્રારા કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે “સહી પોષણ દેશ રોશન” ના સૂત્રને ચરિતાર્થ કરવા દર વર્ષે પોષણ માહની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત જિલ્લા નાયબ બાગાયત નિયામક એન.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ સંદર્ભે વેબીનાર યોજાયે હતો. જિલ્લા બાગાયત નિયામક એન.વી.પટેલે કિચન ગાર્ડન એટલે શું ? કિચન ગાર્ડન કેમ કરવું જોઇએ, કિચન ગાર્ડનમાં બાગાયત પાક કયા વાવી શકાય તે અંગેની વિસ્તૃત સમજ ખેડૂતોને પૂરી…

Read More

બનાસકાંઠાના લાખણી તાલુકામાં મેઘરાજાએ નુકસાન ના પગલે ધમાકેદાર કરી એન્ટ્રી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠાના લાખણી તાલુકામાં ઠેર ઠેર મુશળધાર વરસાદથી લાખણી તાલુકાના દસ થી વધુ ગામના ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેથી મગફળી, કપાસ, બાજરી, જુવાર, તલ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ભારે વરસાદને કારણે લાખણી તાલુકાના ગામોમાં ઘણાં બધાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. લાખણી તાલુકાના આસપાસ દસ વધુ ગામના ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને મોટું નુકસાન થયું છે. ઘણૂ પાણી ભરાઈ જતા ઉભા પાક બળીને ખાખ થઈ ગયા છે. ખેડુતોએ સારા ઉત્પાદનની આશાએ ઉભા પાકમાં…

Read More

ખેડબ્રહ્મા નગરપાલિકા અને મામલતદાર દ્વારા કોરોના ના કહેર ને ધ્યાનમાં લઈને અહેમ ફેંસલો

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા માં આજે પ્રાંત અધિકારી ની આગેવાની હેઠળ ખેડબ્રહ્મા તાલુકાના વિવિધ વેપારી એસોસિયેશન ના પ્રતિનિધિઓ ની સાથે મિટિંગ મળી જેમાં તા.27.9.20 થી 7.10.20 સુધી સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હોલ ખાતે દરેક વેપારી મિત્રો તેમજ સ્ટાફ નું કોરોના નું ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે. ટેસ્ટ કરાવ્યા બાદ દરેક વેપારી મિત્રો ને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેની પાસે હેલ્થ કાર્ડ નહિ હોય એમને દુકાન ખોલવા દેવામાં આવશે નહીં. દરેક વેપારી એસોસિએશન ની ટેસ્ટ માટે ની તારીખ એમના પ્રતિનિધિ ને જણાવવા માં આવી છે.તો દરેકે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવી લેવો.…

Read More

ઈડર તાલુકા ના આજુબાજુના વિસ્તારમાં કપાસ ના પાક માં નુકશાન થતા ખેડુતો થયા ચિંતિત

હિન્દ ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ખેડુત ને પડયા પર પાટુ મારવા જેવી હાલત થઈ. ઈડર તાલુકા ના આજુબાજુના વિસ્તારમાં કપાસ ના પાક માં સુકારો આવતા મોટાભાગના ખેડુત ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આથી ખેડુત ની હાલત દયનીય થઈ ગઈ છે અને ખર્ચ પણ માથે પડયો છે. અને ખેડુત નો મોઢે આવેલો કોરિયો છીનવાઈ ગયો છે. રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા

Read More

સુઈગામ તાલુકા ના ગરાબંડી ના ખેડૂતો એ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, સુઈગામ સુઈગામ તાલુકા ના ગરાબંડી ના ખેડૂત ખાતેદારો ની નર્મદા નિગમ મા કપાતમાં ગયેલ જમીન નુ કપાત વળતર ના નાણા ચુકવવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમા કચ્છ બ્રાન્ચ માંથી ધ્રેચાણા માઈનોર કેનાલ નિકળેલ હતી. અંગે ખેડૂતો ને શરુંઆત મા નજીવી રકમ નું વળતર ચુકવેલ હતુ. કેનાલ નુ કામ જાહેર હિત નુ કોઈ ગરાબંડી ગામના ખેડૂતો ને અઘુરુ વળતર લઈ કેનાલ બનાવવા માટે જમીન સોપી દીધેલ હતી. રિપોર્ટર : મનુ સોલંકી, થરાદ

Read More

કોરોના મહામારીમાં વડોદરામાં માતાજીની પધરામણીમાં 2000 ભક્તો એકઠા થયા

હિન્દ ન્યૂઝ, વડોદરા, કોરોનાની મહામારીમાં વડોદરાના ખોડિયાર નગરમાં એક પરિવાર દ્વારા ઘરમાં માતાજીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની પરંપરા મુજબ મહેસાણાના ચાણસ્મા ગામના લોકો માતાજીને વાજતે-ગાજતે લેવા માટે આવ્યા હતા. આ અવસરમાં વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરના હજારોની સંખ્યામાં લોકો ખોડિયાર નગરમાં ઊમટી પડ્યા હતા. ખોડિયારનગરમાં વહેલી સવારે ઊમટી પડેલા માનવ મહેરામણને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ખોડિયારનગરમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હોવાની જાણ થતાં પોલીસકાફલો પહોંચી ગયો હતો અને સંયમ રાખીને ટોળાંને વિખેરી નાખ્યું હતું. કેટલાક શ્રદ્ધાળુઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી પડ્યા હતા.…

Read More

વડોદરામાં કોરોનાની સારવાર માટેના રેમડેસીવીર ઈન્જેક્શનની અછત ન સર્જાય તે માટે 1200 ઈન્જેક્શન હોસ્પિટલને અપાયા

હિન્દ ન્યુઝ, વડોદરા હાહાકાર મચાવી રહેલા કોરોનાની મહામારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન આશિર્વાદરૂપ મનાય છે. પરંતુ, આ ઇન્જેક્શન દર્દીઓને મળી રહ્યા નથી. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા આ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોને જથ્થો આવે ત્યારે પરત કરવાની શરતે આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 1200 જેટલા ઇન્જેક્શન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોને આપવામાં આવ્યા છે. ઈન્જેક્શન માટે મોં માગ્યા રૂપિયા આપવા પડે છે. વડોદરા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો…

Read More