હિન્દ ન્યુઝ, ભાભર
ભાભર તાલુકાના કુવાળા ગામ ના બસ સ્ટેન્ડ થી નજીક માં આવેલા એક પાર્લરમાં ગેસ લીકેજ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પાર્લર તથા બાજુ માં ટાયર પંચર ની દુકાન પણ આગ ની ઝપેટ માં આવી હતી. બંને દુકાનો કુવાળા ગામ ના ઠાકોર ઈશ્વરભાઈ હેમતભાઇ ની હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પાર્લરમાં રાખેલ રોકડ રકમ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આમ અચાનક આગ ફાટી નીકળતા લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચી ને આગ ને કાબુ કરી હતી. ત્યારે બાદ માં ભાભર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ને આગ સંપૂર્ણ પણે કાબુ કરી હતી.
અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર