રાજકોટ નાં વાવડી વિસ્તારમાં ૬ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારવાના ઇરાદે હત્યા કરી ફરાર થયેલા રાજસ્થાની શખ્સને ઝડપી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૦/૯/૨૦૨૦ ના રોજ મુળ દાહોદ જીલ્લાના ગરબાળા તાલુકાના નિમસ ગામના વતની અરવિંદભાઇ રસીયાભાઇ આદિવાસી પોતાના પરિવાર સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ પર વાવડી ખાતે વૃંદાવન ગ્રીન સિટી સાઇટ પર મજુરી કામ કરતા હતા. અરવિંદભાઇ આદિવાસીની ૬ વર્ષની બાળકીને તા.૧૩ ઓગસ્ટના રોજ કબાટમાંથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. તે ઈસમનું નામ વિક્રમ હોય ગોંડલ પંથકમાં કામ કર્યાની વિગતો મળી હતી. તેમજ તેનો ફોટોગ્રાફ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડાસા, દાહોદ અને રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવી વિક્રમ…

Read More

દેરડી રોડ પર ST બસ ફસાઈ, પેસેન્જરોનું જોર લગા કે હઈસા, છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી

હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. આ તૂટી ગયેલા રસ્તાઓ પર ક્યાંક જનતા દ્વારા તો ક્યાંક તંત્ર દ્વારા ગાબડાઓ પુરવામાં આવ્યા છે. જેતપુરથી દેરડી જવાના રોડ પર આવેલ ખાડામાં નાખેલ માટી (મોરમ) માં જેતપુર-નવાગામ-જેતપુર રૂટની એસ.ટી. બસ ફસાઈ ગઈ હતી. જેતપુરથી દેરડી જવાના રોડ ભારે વરસાદને કારણે ઠેર ઠેર તૂટી ગયો હોવાથી સમારકામ માટે રસ્તા પર માટી (મોરામ) નાખવામાં આવી હતી. જેતપુર પંથકમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે આ માટી કીચડમાં ફેરવાઈ ગઈ હતી આ રોડ પર જેતપુર-નવાગામ-જેતપુર રૂટની એસ.ટી. બસ…

Read More

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની કારોબારી મીટીંગ યોજાઇ….

હિન્દ ન્યૂઝ, કચ્છ,                                              “સંગઠન એજ શક્તિ” તારીખ 20.09.2020 ના રોજ ફાર્મવિલા ભુજ મુકામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની કારોબારી ની મીટીંગ બોલાવી હતી. આ મીટીંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ના અઘ્યક્ષ નરેશ મહેશ્વરી ના અધ્યક્ષસ્થાને યોજવા માં આવી હતી. જેમાં જિલ્લા તેમજ તાલુકા ટીમ ના પ્રમુખો અને હોદેદારો જોડાયા હતા તેમજ જાગૃત નવયુવાનો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં આગામી સમય માં યોજાવનારી સ્થાનિક…

Read More

બનાસકાંઠાના ભાભર તાલુકા માં બાર એસોસિએશન પ્રમુખ તરીકે કાર્યરત યુવાન

હિન્દ ન્યૂઝ, લાખણી ઉસ્તાહી અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે તત્પર રહેનાર દશરથભાઈ વ્યાસ (જાસનવાડા) ની ભારતીય જનતા પાર્ટીમાં ભાભર તાલુકા ભાજપના મંત્રી તરીકે વરણી કરવામાં આવતાં આનંદ થયો છે. દશરથભાઈ વ્યાસ ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો તેવી શુભકામનાઓ પાઠવું છું. તેમના ભાઈ નરસી એચ. દવે લુવાણા કળશ તેમના તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

ગુજરાત યુનિવર્સીટી ના વિદ્યાર્થી એ આત્મહત્યા નું પગલું ભર્યું તે સન્દર્ભે ABVP દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જામનગર તા.18, 9, 2020 ના રોજ ગુજરાત યુનિવર્સીટી ના વિદ્યાર્થી એ આત્મહત્યા નું પગલું ભર્યું. જે ખુબ જ દુઃખદ ઘટના છે તે સન્દર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ જામનગર શાખા દ્વારા યુનિવર્સીટી ના વાઇસ ચાન્સલર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં ABVP ની માંગ છે કે આત્મહત્યા પાછળ નું કારણ વહેલી તકે તપાસ કરી તથા સિક્યોરિટી મા વધારો કરવામાં આવે. જેથી ભવિષ્ય મા આવી ઘટના ના બને અને યુનિવર્સીટી દ્વારા કોઈ સન્તુષ્ટ નિર્ણય નહિ લેવાય તો જામનગર ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Read More

ઢસા તેમજ આજુબાજુના ગામડાઓમાં પવન સાથે ભારે વરસાદ

હિન્દન્યૂઝ,  ઢસા, ઢસા જં તેમજ આજુ બાજુ ના ગામ ના ઢસા ગામ, રસનાળ, ભંડારીયા, પાટણ આજુ બાજુના અન્ય ગામડાઓ માં જોર દાર પવન સાથે ધોધ માર વરસાદ શરૂ થયું. ગામોમાં પાણી ભરાયા, વરસાદ ઘણો પડવા થી ઉભો પાક નિષ્ફળ જવાથી ખોડુતો મા ભારે નીરાશા, ભીતિ જોવા મળી છે. રિપોર્ટર : યુસુફ આકબાણી, ઢસા

Read More

ગીર સોમનાથના પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ નગરપાલિકા એ કચરો ખાલી કરવાનો પોઇન્ટ ફારવેલ છે

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ આવેલ જગ્યામાં પ્રભાસ પાટણ નો તમામ કચરો મચ્છી માર્કેટ ની પાછળ નાંખે છે અને તમાંમ બાઇપાસની હોટેલ નો કચરો પણ ત્યાં નાંખે છે. નગરપાલિકાના કેહેવાથી તેના માણસો કચરો નાખે છે. આ નગરપાલિકાને અવારનવાર કોરી સમાજ ના યુવાનો એ લેખિત માં અરજીઓ કરેલી હોવા છતાં આ નગરપાલિકાના અધિકારીઓ એ કોઈ પગલાં લીધેલ નથી અને અવાર નવાર મુસ્લિમ સમાજના યુવાનોએ લેખીતમાં અરજીઓ કરેલ તેમ છતાં કોઈ અધિકારીએ પગલાં લીધેલ નથી અને અવાર નવાર પર્યાવરણ બચાવ સમિતિ એ લેખિતમાં અરજીઓ કરેલી છે.…

Read More