ગીર સોમનાથના પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ નગરપાલિકા એ કચરો ખાલી કરવાનો પોઇન્ટ ફારવેલ છે

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ

પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ આવેલ જગ્યામાં પ્રભાસ પાટણ નો તમામ કચરો મચ્છી માર્કેટ ની પાછળ નાંખે છે અને તમાંમ બાઇપાસની હોટેલ નો કચરો પણ ત્યાં નાંખે છે. નગરપાલિકાના કેહેવાથી તેના માણસો કચરો નાખે છે. આ નગરપાલિકાને અવારનવાર કોરી સમાજ ના યુવાનો એ લેખિત માં અરજીઓ કરેલી હોવા છતાં આ નગરપાલિકાના અધિકારીઓ એ કોઈ પગલાં લીધેલ નથી અને અવાર નવાર મુસ્લિમ સમાજના યુવાનોએ લેખીતમાં અરજીઓ કરેલ તેમ છતાં કોઈ અધિકારીએ પગલાં લીધેલ નથી અને અવાર નવાર પર્યાવરણ બચાવ સમિતિ એ લેખિતમાં અરજીઓ કરેલી છે.

તેમ છતાં આ નગરપાલિકાના કર્મચારીઓએ અથવા કોઈ અધિકારી એ પગલાં લીધેલ નથી આ ગામ લોકોએ એવું વિચારેલુકે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવાનું ગામ લોકો વિચારી રહ્યા છે. તે પહેલાં આ કચરાનો પોઇન્ટ ત્યાંથી બીજી જગ્યાએ હટાવી લીયે ગામ લોકોની એવી માંગણીઓ છે કે આ રસ્તો નગરપાલિકાએ તાત્કાલિક ખુલ્લો કરવો જોઈએ. આ પોઇન્ટ ત્યાંથી બીજે નહીં લેવામાં આવેતો પ્રભાસ પાટણ ના લોકો નગરપાલિકાએ ધારણા કરસે તેવું લોકો માં ચર્ચાય છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment