રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ તંત્રની અન્ય કામગીરી પણ થતી રહે તેની ઉપર પણ ભાર મુકી રહયા છે. તેઓ વખતોવખત શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જુદીજુદી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાન તમામ વોર્ડના સાઇન બોર્ડનું જરૂરીયાત મુજબ નવિનીકરણ કરવા, ડૉ.યાજ્ઞિક રોડ, શેલ પેટ્રોલ પંપની બાજુમાં બાંધકામ ચાલુ છે. તેનું કન્સ્ટ્રકશન મટીરીયલ રોડ પર છે. તે દુર કરાવવા તથા કચરો દુર કરવા, તમામ વોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર તેમના કાર્યક્ષેત્રનાં વોર્ડમાં પાણી ભરાતા હોય તો તેનો નિકાલ કરવા, કલ્યાણ શો રૂમની…
Read MoreDay: September 7, 2020
લોધીકા તાલુકાના મોટાવડા ગામના હાઈસ્કુલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા ખાસ ઉપસ્થિતિ રહ્યા
નિકાવા, લોધીકા તાલુકાના મોટાવડા ગામમાં પ્રાયમરી સુધીના અભ્યાસ માટે સુવિધા હતી અને વધુ અભ્યાસ અર્થે બહાર જવુ પડતુ જેને લઈને ગ્રામજનો દ્વારા સરકારના પ્રતિનિધિ મારફત હાઈસ્કુલ માટે રજુઆતો કરેલ હતી અને આ રજુઆતને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી હાઈસ્કુલ બનાવવા માટેની મંજુરી આપતા ગ્રામજનોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો અને સરકારના આદેશોનુસાર રાજકોટ જીલ્લાના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાની ખાસ ઉપસ્થિતિમાં હાઈસ્કુલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. મોટાવડા ગામમાં સરકાર દ્વારા મંજુર થયેલ હાઈસ્કુલ માટેના આ બિલ્ડિંગ 3 કરોડ અને 22 લાખમાં બનાવવામાં આવશે તેમાં ગ્રામ્ય…
Read Moreગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના સામાજિક કાર્યકર સલીમ અ.રઝાક મુનશી એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને લેખિતમાં રજૂઆત કરેલ
પ્રભાસ પાટણ, વેરાવળ પાટણ શહેર માં અન્નપૂર્ણા યોજના હેઠળ અનાજ મરવા માટે રેશનકાર્ડમાં સિક્કા મારી આપવાનો સરકાર સંબંધિત અધિકારી ના પાડતાં હોય તે અંગે યોગ્ય કરવા અન્નપૂર્ણા યોજના હેઠળ સરકાર તરફથી ગરીબ માણસો ને અનાજ આપવામાં આવે છે પરંતુ મામલતદાર અને સસ્તા અનાજ વાળા રેશનકાર્ડમાં સિક્કા મારવાની નાં પાડે છે. આપને અરજ છે કે ગરીબ અંને અતિપછાત ઝુંપડપટ્ટી વાળાઓને પણ સરકાર ની આ યોજના હેઠળ અનાજ આપવાની મામલતદાર તથા પુરવઠાના અધિકારીઓ અરજદારોને ના પાડે છે અને પંડીત દીનદયાળ વાળા પણ સિક્કાની ના પાડે છે અને સરકાર ના જવાબદાર અધિકારીઓ અરજદારોને…
Read Moreરાજકોટ શહેર નાં મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૨ માં લોકોના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર એન્ટીજન ટેસ્ટ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૨ માં રામેશ્વર ચોક ખાતે આજુબાજુના વિસ્તારના લોકોના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર એન્ટીજન ટેસ્ટ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શ્રીજીનગર, ચંદ્રનગર, શ્રેયસ અને રામેશ્વર ચોકના રહેવાસીઓનું સ્ક્રિનિંગ, ટેમ્પરેચર, પલ્સ ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ૧૦૦ લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન અને વોર્ડનં.૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ અતુલભાઈ પંડિત, મહામંત્રી…
Read Moreસમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટ શહેરમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની વિસ્તૃત વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી.સુપ્રીટેન્ડન્ટ ડો.હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ-૧૯ એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે. તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે. તેનું શબ પરિક્ષણ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જેના દ્વારા જાણી શકાશે કે માનવ શરીર પર થતી અસરો…
Read Moreરાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનં.૯૩ ના આચાર્ય વનિતા રાઠોડને એનાયત થયો હતો
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ, અંજુ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગર નર્મદા હોલ ખાતે રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનં.૯૩ ના આચાર્ય વનિતા રાઠોડને એનાયત થયો હતો. આ પૂર્વે તેમનું પ્રેક્ષા ભારતી ખાતે સચિવ નૂતનબેન રાવલના હસ્તે પણ સન્માન કરાયું હતું. વનિતા રાઠોડને રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શાસનાધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreદિયોદર ખાતે આવેલ ચેલાસરી તળાવ ની રૂપરેખા હવે બદલાઈ જશે કારણ કે સરકાર દ્વારા તળાવ ના વિકાસ માટે 20 લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જો કે સુરાણા તળાવ માટે 16 લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
દિયોદર, દિયોદર ચેલાસરી તળાવ અને સુરાણા તળાવ માટે સરકાર દ્વારા તળાવ ના વિકાસ માટે ગ્રાન્ટ ફળવાતા નગરજનો માં આનંદ ની લાગણી જોવા મળી આવી છે. જેમાં આગામી સમય માં વર્ક ઓડર આવ્યા બાદ બંને તળાવ ના રીનોવેશન કામગીરી હાથ ધરાશે આ અંગે માહિતી આપતા ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ જણાવેલ કે આગામી સમય માં વર્ક ઓડર આવ્યા. બાદ ચેલાસરી તળાવ ની ફરતે વોર્કિંગ ટ્રેક વૃક્ષારોપણ લાઇટિંગ અને બેસવા માટે બાંકડા મૂકી તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે જો કે હવે દિયોદર નગર માં એક વિકાસશીલ તળાવ નું પણ નિર્માણ…
Read Moreરાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટિમ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે કલેકટર ને આવેદન પત્ર આપવા માં આવ્યો
કચ્છ, આજ રોજ તારીખ 07.09.2020 ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટિમ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવા માં આવ્યો હતો. જેમાં પ્રથમ મુદ્દો હતો ભુજ ની બાજુ માં આવેલ રતિયા ગામ નું જેમાં ભુમાફિયા દ્વારા ગેરકાયદેસર જમીન પર દબાણ કરવા માં આવેલ છે જેને હટાવવા માં આવે અને બીજો મુદ્દો હતો પાલરગુના પર 2 કિ.મી. ની ત્રીજીયા માં પવનચક્કી, વિજપોલ, વિજરેશા ઓ પર કલેકટર દ્વારા મનાઈ હુકમ કરવા માં આવ્યો હતો. તે છતાં પણ વિજલાઈન દૂર કરવા માં નથી આવી જે દૂર કરવા માં આવે.…
Read Moreડભોઇ દર્ભાવતિના નવા નિમાયેલા નાયબ કલેકટર શિવાની ગોયલની શુભેચ્છા મુલાકાત
ડભોઇ, તાજેતરમાં બોડેલી ખાતેના નાયબ કલેકટર શિવાની ગોયલ ની ડભોઇ દર્ભાવતિ બદલી થતા ડભોઇ દર્ભાવતિ ના વિવિધ પત્રકારો આજરોજ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવી તેમજ તેઓ ડભોઇ દર્ભાવતિને સ્વચ્છ પારદર્શક વહીવટ પૂરો પાડે અને નગરના નગરજનોના કામો આ રીત સુગમતા પૂર્વક થાય તેવી આશા વ્યક્ત કરી હતી. હિન્દ ન્યૂઝના રિપોર્ટર રાજેશભાઈ વાળંદ તથા જબીબભાઈ શેખ પણ આ શુભેચ્છા મુલાકાતમાં સામેલ થયા હતા. સદર નાયબ કલેકટર ખુબ જ નાની યુવાન વયે આ પદ પર પહોંચ્યા તે ખુબ જ ગર્વની વાત છે. રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ
Read Moreજેતડા ગામ માં આર્મી જવાન નું ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું
લાખણી, લાખણી તાલુકાના જેતડા ગામે આર્મી જવાન નું ગ્રામજનો અને એમના પરિવાર દ્વારા સ્વાગત કરવા માં આવ્યું હતું . રાજપૂત વાલાજી રાણાજી સપૂત્ર રાજપૂત ભરતસિંહ વાલાજી અને રાજપૂત દેવજીભાઈ ઉકાભાઇ ના સપુત્ર પ્રવિણસિંહ દેવજી ભાઈ આજે ના રોજ છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી બને ભાઈઓ આજે એમના વતન ઘરે આવતા એમનું ઘરે સ્વાગત કરવા માં આવ્યું અને રાજપૂત ભરતસિંહ ના પિતા એ માનતા માની હતી કે આર્મી માં મારો પુત્ર જોઈન્ટ થશે તો પહલો પગાર માતાજી ને અર્પણ કરીશ. એ આજ રોજ એ માનતા પૂરી કરી હતી અને વધુમાં કહ્યું…
Read More