દિયોદર ખાતે આવેલ ચેલાસરી તળાવ ની રૂપરેખા હવે બદલાઈ જશે કારણ કે સરકાર દ્વારા તળાવ ના વિકાસ માટે 20 લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જો કે સુરાણા તળાવ માટે 16 લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

દિયોદર,

દિયોદર ચેલાસરી તળાવ અને સુરાણા તળાવ માટે સરકાર દ્વારા તળાવ ના વિકાસ માટે ગ્રાન્ટ ફળવાતા નગરજનો માં આનંદ ની લાગણી જોવા મળી આવી છે. જેમાં આગામી સમય માં વર્ક ઓડર આવ્યા બાદ બંને તળાવ ના રીનોવેશન કામગીરી હાથ ધરાશે આ અંગે માહિતી આપતા ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ જણાવેલ કે આગામી સમય માં વર્ક ઓડર આવ્યા. બાદ ચેલાસરી તળાવ ની ફરતે વોર્કિંગ ટ્રેક વૃક્ષારોપણ લાઇટિંગ અને બેસવા માટે બાંકડા મૂકી તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે જો કે હવે દિયોદર નગર માં એક વિકાસશીલ તળાવ નું પણ નિર્માણ થતા નગરજનો માં આનંદ ની લાગણી જોવા મળી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment