ડભોઇ,
તાજેતરમાં બોડેલી ખાતેના નાયબ કલેકટર શિવાની ગોયલ ની ડભોઇ દર્ભાવતિ બદલી થતા ડભોઇ દર્ભાવતિ ના વિવિધ પત્રકારો આજરોજ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવી તેમજ તેઓ ડભોઇ દર્ભાવતિને સ્વચ્છ પારદર્શક વહીવટ પૂરો પાડે અને નગરના નગરજનોના કામો આ રીત સુગમતા પૂર્વક થાય તેવી આશા વ્યક્ત કરી હતી. હિન્દ ન્યૂઝના રિપોર્ટર રાજેશભાઈ વાળંદ તથા જબીબભાઈ શેખ પણ આ શુભેચ્છા મુલાકાતમાં સામેલ થયા હતા. સદર નાયબ કલેકટર ખુબ જ નાની યુવાન વયે આ પદ પર પહોંચ્યા તે ખુબ જ ગર્વની વાત છે.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ