રાજકોટ શહેરમાં જંગલેશ્વરના ૧૬ વર્ષનો તરૂણ કોરોનાની ઝપેટમાં, ૪૨ કોરોનાગ્રસ્ત

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ છેલ્લા ૩૪ દિવસમાં કુલ ૧૫૦૦થી વધુ પણ કોરોનાના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં પરિક્ષણ કરવાં માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી કુલ ૪૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેમાં ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી જંગલેશ્વરના ૧૬ વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ રાજકોટ શહેરમાં કુલ ૪૧ અને ગ્રામ્યમાં ૧ પોઝિટિવ સાથે રાજકોટના ૪૨ દર્દીઓને કોરોના પોઝિટિવ નોંધાયો છે. ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી ૪૫ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને હજુ ૧૬ નમુનાઓનું પરિક્ષણની રાહ છે. કોરોનામાં સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારના નોંધાતા કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે.  લોકલ ટ્રાન્સમિશન દ્વારા વિસ્તારમાં દિવસે ને દિવસે વિસ્તારમાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજકોટમાં નોંધાયેલા કુલ ૪૨ પોઝિટિવ દર્દીઓમાંથી ૩૦ પોઝિટિવ કેસ માત્ર જંગલેશ્વરના જ નોંધાયા છે.

રિપોર્ટર. : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment