રાજકોટ પોલીસે અનલોક-૩માં જાહેરમાં થુંકવાનો ૨ કરોડ દંડ વસુલ્યો. અનલોક-૪માં પણ સરકારની ગાઇડલાઇન મુજબ દંડ-જાહેરનામા ભંગની કાર્યવાહી ચાલુ જ રહેશે.

રાજકોટ, રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર અનલોક-૪માં પ્રવેશ કરી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં પણ કોરોના રાજકોટનો કેડો નથી મુકતો કોરોના સંક્રમણ અટકાવવા માટે ગાઇડલાઇન મુજબ વિવિધ નિયમોનું પાલન કરાવવા પોલીસ કટિબદ્ધ છે. પરંતુ જાહેરનામા ભંગ અને નિયમોના ઉલાળીયા સબબ પોલીસ જે દંડની વસુલાત કરી રહી છે. તેની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ પોલીસે અનલોક-૩ એટલે કે ઓગસ્ટ મહિનામાં જાહેરમાં થુંકનાર અને માસ્ક પહેર્યા વિના નીકળેલા ૨૫,૭૩૧ લોકો પાસેથી ૨,૦૭,૫૫,૧૧૦ રૂપિયાનો તોતિંગ દંડ વસુલ્યો છે. મંદીના માર વચ્ચે પીસાતી પ્રજા પોલીસના ખંખેરવાનો ખેલ સામે ઘૂંટણિયે પડી…

Read More

રાજકોટ સિવિલ હોસ્પીટલના કોરોના વોર્ડમાંથી વિડીયો કોન્ફરન્સ મારફતે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દી સાથે વાત કરતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી.

રાજકોટ, રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલના કાર્યરત કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીઓની થતી સારવાર મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ મારફત નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પીટલ ખાતે ડોક્ટરો દ્વારા હોસ્પીટલમાં સ્વચ્છતા, ભોજન, ટ્રીટમેન્ટ સહિતની કામગીરી C.C.T.V કેમેરા મારફતે પ્રસ્તુત કરી હતી. કેમ્પસમાં આવતા કોરોના દર્દીઓને આપવામાં આવતી તમામ પ્રકારની સુવિધાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ અહીં આવનાર દરેક કોરોના દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના સગા-સંબંધીના 3 મોબાઈલ નંબર નોટ કરવામાં આવે છે. તેમજ એક સાથે ૪ દર્દીઓને O.P.D માં તપાસ માટે મોકલવામાં આવતા હોય…

Read More

ગુજરાત પ્રદેશ ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ પાલનપુર માં આગમન માં અમૃતમ યોજના ના નિ:શુલ્ક ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું

પાલનપુર, આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ પાલનપુર શહેર ની મુલાકાત માં બક્ષીપંચ મોરચા શહેર પ્રભારી ભરત ઠાકોર, નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ ચેરમેન ભારતી ઠાકોર દ્વારા સી.આર.પાટીલ નાં આગમન માં મુખ્યમંત્રી માં-અમૃતમ કાર્ડ ના ફોર્મ જેમાં એક હજાર ફોર્મ નું વિતરણ નિ:શુલ્ક કરવામાં આવ્યું. જેથી સી.આર.પાટીલ નું પાલનપુર જનતા એ ઠેર ઠેર સ્વાગત કરાયું. જેમાં ભરત ઠાકોર અને ભારતી. બી ઠાકોર એ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ યોજના નો લાભ દરેક પરિવાર સુધી પહોંચે એવું અભિયાન પુર જોશમાં કરવામાં આવ્યું. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Read More

રાજકોટ શહેરના ભીસ્તીવાડમાં કુખ્યાત રાજાને પકડવા ગયેલી પોલીસને ચકમો આપી નાશી છૂટેલા રાજાને R.R સેલની ટીમે મોરબી થી પકડી પાડેલ

રાજકોટ, તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હત્યાના ગુનામાં સજા ભોગવતો અને થોડા દિવસો પૂર્વે ભોમેશ્વરના એક યુવકનું અપહરણ કરી કારમાં ઉઠાવી જઈ ૧ લાખની ખંડણી માંગવાના ગુનામાં માસ્ટર માઈન્ડ કુખ્યાત શાહરુખ ઉર્ફે રાજા ગઈકાલે ભીસ્તીવાડમાં પોતાના ઘરે આવ્યો હોય. તેવી માહિતી આધારે પ્ર.નગર પોલીસ હથિયાર સાથે પહોંચી હતી. પરંતુ સરકારી ગાડી આવતી જોઈ જતા તે પોલીસ પહોંચે તે પૂર્વે જ ભાગી ગયો હતો. તેના પરિવારે પોલીસનો ઘેરાવ કરતા થોડીવાર માટે તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. આરોપીઓને દબોચી લેવા રેન્જ I.J સંદિપસિંહની સૂચનાથી R.R સેલના P.S.I જાવેદ ડેલા, મહાવીરસિંહ પરમાર અને…

Read More

રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અધ્યક્ષ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં જબરો ખેલ પાડી દીધો છે

રાજકોટ, તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડનં.૫ ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને તેમના પતિ અરવિંદભાઈ ભેંસાણીયા સહિતના ભાજપના અનેક આગેવાનોએ આજે કેસરીયો ખેસ ફગાવી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડિરેકટર, સૌરાષ્ટ્ર A.P.M.C વેપારી એસો.ના પ્રમુખ, યુવા ભાજપના અનેક કાર્યકરો, A.B.P.V ના કાર્યકરો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ આજે કોંગ્રેસનો હાથ પકડી લેતા ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

તોરી ગામ માં વરસાદ હોવા છતાં ગ્રામજનોને પીવાના પાણીના ફાંફા…….

અમરેલી, તા .૩ અમરેલી જીલ્લાના કુકાવાવ વડીયા તાલુકાના તોરી ગામ ની કઠણાય ના કારણે તોરી ગામ ના લોકોના પ્રશ્નોનો જે છે એ હમેશા સત્ય છે, કે આટલો બધો વરસાદ હોવા છતાં કેમ તોરી ગામને પીવાનુ પાણી મળતું નથી ?  અગાઉ આગળ ના સાતેક વર્ષ માં બે થી ત્રણ વખત વાસ્મો યોજના પણ પાસ થયેલ છે, તો તેનો પણ કોઈ પ્રકારનો ઉકેલ નથી આવતો. હાલ તોરી ગામ ના તમામ લોકો નું કેહવું છે કે પાણી પ્રશ્ને રાજકારણ રમાઈ રહ્યું છે અને ગામની આ ભોળી પ્રજા તેમાં ભોળવાય જાય છે અને કોઈ…

Read More

જામનગર ખાતે રોટરી કલબ સેનોરાસ દ્વારા સ્લમ વિસ્તારમાં ત્રીજો અન્નપૂર્ણા પ્રોજેક્ટ કરવામાં આવ્યો

જામનગર, જામનગર ખાતે સતત જાગૃત અને સક્રિય એવા ડો.પ્રવિણાબેન સંતવાણી એ ફરી ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ ના સૂત્રને સાર્થક બનાવ્યું. તા. 02-09-2020 ના રોજ રોટરી કલબ સેનોરાસ દ્વારા મયુર નગર થી આગળ અતિ સ્લમ વિસ્તાર માં ત્રીજો અન્નપૂર્ણા પ્રોજેક્ટ કરવામાં આવ્યો. જેમાં પ્રોજેક્ટ સંચાલક વરિષ્ઠ સભ્ય રોટરીયન વર્ષાબેન કિલુભાઇ વસંત તરફથી સહયોગ મળ્યો હતો. જેમાં સ્લમબાળકોને થેપલા, શાક અને સુખડી નું વિતરણ કરવામાં આવ્યૂ તેમજ કરમિયા અને વિટામિન ની ગોળીઓ  આપવામાં આવી હતી.આ પ્રોજેક્ટ માં કોર્પોરેટર મેઘનાબેન કરિયા તેમજ રોટરી કલબ સેનોરાસ ના અધ્યક્ષા/સંસ્થાપક ડો .પ્રવિણાબેન સંતવાણી હાજર…

Read More

થરાદ પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્ર નો પ્રારંભ કરાયો

થરાદ થરાદ ખાતે પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવતા ટ્રસ્ટ ના યુવકો દ્વારા શહેરમાં ભુખ્યા ને બે ટાઇમ ભોજન પુરુ પાડી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને એક બાજુ કુદરતી આફતો માંથી બધા લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે મનુષ્ય જીવન માં કોઈક બીજા ઉપયોગી થઈ રહ્યા છે તેમજ તેઓને મદદરૂપ થવા માટે કેટલાક સામાજિક સેવા આપનાર સંસ્થાઓ સામે આવવા લાગ્યા છે. એ જ પ્રકારે થરાદ માં પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્ર ધંધા રોજગાર કરી જીવનનિર્વાહ ચલાવતા યુવાનો દ્વારા…

Read More

નેશનલ હાઇવે લગત ખેડુતોના પ્રશ્ર્નોના સુખદ ઉકેલ માટે દ્વારકા જિલ્લા વહીવટી તંત્રની તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી જરૂરી સુચના આપતા સાંસદસભ્ય પૂનમબેન માડમ

જામનગર, હિન્દ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ને લગત ખેડૂતોના પ્રશ્ર્નો માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સાંસદસભ્ય પૂનમબેન માડમએ તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી ખેડૂતોના પ્રશ્ર્નો ના સુખદ ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપી હતી. જેમાં કુરંગા-દેવળીયા નેશનલ હાઇવે માટે, ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાઓના ખેડૂતોની સંપાદીત થતી જમીનના વળતરની વિસંગતતાઓ દૂર કરી, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, દ્વારકાના પ્રાંત અધિકારી, ડી.આઇ.એલ.આર, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદસભ્ય પૂનમબેન માડમએ તાકીદની વિસ્તાર પુર્વક ની બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયા…

Read More

ગીર સોમનાથ ના વેરાવળ શહેર ખાતે શહિદે કરબલાની યાદમાં ઈમામે હુસેન નો રોજો બનાવ્યો

ગીર સોમનાથ,          વેરાવળ શહેરના ગાંધી ચોક માં શહિદે કરબલાની યાદમાં ઈમામે હુસેન નો રોજો બનાવી આજના નવ યુવાન મોહરમ શરીફ ની યાદમાં બનાવી હતી અને કરબલાની યાદ તાજી કરવા માટે રોજા બનાવનાર વેરાવળ ગાંધી ચોક નાં નિશાર ઉર્ફે વીરા ફૈઝલ રફીક ચૌહાણ , ઇમરાન ગનીખાન જમાલે ભારે જહેમત ઉઠાવી રોજો બનાવેલ હતો.  રિપોર્ટર :  હારુન કાલવાત, ગીર સોમનાથ

Read More