રાજકોટ પોલીસે અનલોક-૩માં જાહેરમાં થુંકવાનો ૨ કરોડ દંડ વસુલ્યો. અનલોક-૪માં પણ સરકારની ગાઇડલાઇન મુજબ દંડ-જાહેરનામા ભંગની કાર્યવાહી ચાલુ જ રહેશે.

રાજકોટ,

રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર અનલોક-૪માં પ્રવેશ કરી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં પણ કોરોના રાજકોટનો કેડો નથી મુકતો કોરોના સંક્રમણ અટકાવવા માટે ગાઇડલાઇન મુજબ વિવિધ નિયમોનું પાલન કરાવવા પોલીસ કટિબદ્ધ છે. પરંતુ જાહેરનામા ભંગ અને નિયમોના ઉલાળીયા સબબ પોલીસ જે દંડની વસુલાત કરી રહી છે. તેની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ પોલીસે અનલોક-૩ એટલે કે ઓગસ્ટ મહિનામાં જાહેરમાં થુંકનાર અને માસ્ક પહેર્યા વિના નીકળેલા ૨૫,૭૩૧ લોકો પાસેથી ૨,૦૭,૫૫,૧૧૦ રૂપિયાનો તોતિંગ દંડ વસુલ્યો છે. મંદીના માર વચ્ચે પીસાતી પ્રજા પોલીસના ખંખેરવાનો ખેલ સામે ઘૂંટણિયે પડી ગઈ છે. દંડની વસુલાત ઉપરાંત જાહેરનામા ભંગ સબબ ૧૬૭૩ ગુના નોંધી. ૨૩૫૬ વાહનો ડિટેઇન કર્યા હતા. અનલોક-૪માં પણ સરકારની ગાઇડલાઇન મુજબ દંડ-જાહેરનામા ભંગની કાર્યવાહી ચાલુ જ રહેશે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment