રાજકોટ સિવિલ હોસ્પીટલના કોરોના વોર્ડમાંથી વિડીયો કોન્ફરન્સ મારફતે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દી સાથે વાત કરતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી.

રાજકોટ,

રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલના કાર્યરત કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીઓની થતી સારવાર મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ મારફત નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પીટલ ખાતે ડોક્ટરો દ્વારા હોસ્પીટલમાં સ્વચ્છતા, ભોજન, ટ્રીટમેન્ટ સહિતની કામગીરી C.C.T.V કેમેરા મારફતે પ્રસ્તુત કરી હતી. કેમ્પસમાં આવતા કોરોના દર્દીઓને આપવામાં આવતી તમામ પ્રકારની સુવિધાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ અહીં આવનાર દરેક કોરોના દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના સગા-સંબંધીના 3 મોબાઈલ નંબર નોટ કરવામાં આવે છે. તેમજ એક સાથે ૪ દર્દીઓને O.P.D માં તપાસ માટે મોકલવામાં આવતા હોય છે. અલગ-અલગ ડોક્ટરોની ટીમ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓની દર ૪ કલાકે તપાસ હાથ ધરાય છે. જયારે પ માળની કોવિડ હોસ્પીટલમાં આગજનીના બનાવ વખતે વિજળી બંધ થાય તો લીફ્ટ ન ચાલુ થઇ શકે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ અલગ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પીટલ ખાતે 24/7 નર્સીંગ તેમજ ડોક્ટરોની ટીમ ખડેપગે રાખવામાં આવે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment