રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ૩૨ ટિમો બનાવી જીલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટ,

રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ૩૨ ટિમો બનાવી જીલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેતર માલિક, ગામના સરપંચ અને આગેવાનોને સાથે રાખી નુકશાની અર્થે સર્વે કામગીરી શરૂ કરી છે. છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેર અને જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. જેના કારણે તમામ મોટાભાગના પાકોમાં નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના આદેશ બાદ જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તાબડતોડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોની પણ માંગ હતી કે તાત્કાલિક રાજ્ય સરકાર S.D.R.F મુજબ સર્વેની કામગીરી હાથ ધરે અને જલ્દીથી ખેડૂતોને સરકારની સહાય મળી રહે. રાજ્ય સરકારના નિયમ મુજબ બિનપિયત જમીન માટે હેકટર દિઠ ૬૮૦૦ અને પિયત માટે હેકટરદિઠ ૧૩૫૦૦ રૂપિયાની સહાય મળવાપાત્ર છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment