ડભોઈ તાલુકાના મોતીબાગ હાઈસ્કૂલ પાસે શાકમાર્કેટ જતા પેહલા જ ગંદકી થી પરેશાન ગ્રામજનો

ડભોઈ,

બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકા માં આવેલ મોતીબાગ હાઈસ્કૂલ આવેલ છે. જેની બાજુમાં સહયોગ શાક માર્કેટ આવેલ છે. ડભોઇ માં રેહનાર તથા આસપાસ ના ગામો માંથી લોકો માર્કેટ માં ખરીદી કરવા આવે છે ત્યારે તો માર્કેટ માં જતા પહેલા જ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એનું કારણ એક જ છે કે નગર પાલિકા ના સફાઈ કામદારો જે આજુ બાજુ ના શેરી-મહોલ્લાઓ માંથી કચરો લઈ ને આવે એ સીધા રોડ પાસે નાખી રહ્યા છે. જો નગરપાલિકા દ્વારા હજુ કોઈ એક્સન ના લેવાય તો મોટી બાગ હાઈસ્કૂલ ની મોટી દુર્દશા સાથે રોગચારો ફેલાઈ એવુ લાગી રહ્યું છે. હજુ સુધી પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી લેવાયેલ નથી. જેથી જનતા હેરાન સાથે પરેશાની નો સામનો કરવો પડે છે.

રિપોર્ટર : હુસેન મનસુરી, ડભોઈ

Related posts

Leave a Comment