રાજકોટ શહેરના ભીસ્તીવાડમાં કુખ્યાત રાજાને પકડવા ગયેલી પોલીસને ચકમો આપી નાશી છૂટેલા રાજાને R.R સેલની ટીમે મોરબી થી પકડી પાડેલ

રાજકોટ,

તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હત્યાના ગુનામાં સજા ભોગવતો અને થોડા દિવસો પૂર્વે ભોમેશ્વરના એક યુવકનું અપહરણ કરી કારમાં ઉઠાવી જઈ ૧ લાખની ખંડણી માંગવાના ગુનામાં માસ્ટર માઈન્ડ કુખ્યાત શાહરુખ ઉર્ફે રાજા ગઈકાલે ભીસ્તીવાડમાં પોતાના ઘરે આવ્યો હોય. તેવી માહિતી આધારે પ્ર.નગર પોલીસ હથિયાર સાથે પહોંચી હતી. પરંતુ સરકારી ગાડી આવતી જોઈ જતા તે પોલીસ પહોંચે તે પૂર્વે જ ભાગી ગયો હતો. તેના પરિવારે પોલીસનો ઘેરાવ કરતા થોડીવાર માટે તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. આરોપીઓને દબોચી લેવા રેન્જ I.J સંદિપસિંહની સૂચનાથી R.R સેલના P.S.I જાવેદ ડેલા, મહાવીરસિંહ પરમાર અને ભગવાનભાઇ ખટાણા સહિતની ટીમને માહિતી મળી હતી કે રાજકોટના હત્યાના ગુનામાં ૯ મહિનાથી વોન્ટેડ કુખ્યાત શાહરુખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ જુણેજા મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં છુપાયો છે. આ હકીકત આધારે આરોપીને દબોચી લઇ મોરબી સીટી એ.ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. કુખ્યાત હિસ્ટ્રીશીટર શાહરુખ ઉર્ફે રાજા હત્યા, મારામારી, ખંડણી, અપહરણ જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment