નેશનલ હાઇવે લગત ખેડુતોના પ્રશ્ર્નોના સુખદ ઉકેલ માટે દ્વારકા જિલ્લા વહીવટી તંત્રની તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી જરૂરી સુચના આપતા સાંસદસભ્ય પૂનમબેન માડમ

જામનગર, હિન્દ ન્યૂઝ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ને લગત ખેડૂતોના પ્રશ્ર્નો માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સાંસદસભ્ય પૂનમબેન માડમએ તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી ખેડૂતોના પ્રશ્ર્નો ના સુખદ ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપી હતી. જેમાં કુરંગા-દેવળીયા નેશનલ હાઇવે માટે, ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાઓના ખેડૂતોની સંપાદીત થતી જમીનના વળતરની વિસંગતતાઓ દૂર કરી, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, દ્વારકાના પ્રાંત અધિકારી, ડી.આઇ.એલ.આર, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદસભ્ય પૂનમબેન માડમએ તાકીદની વિસ્તાર પુર્વક ની બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયા માં કલેક્ટર કચેરી ખાતે યોજી હતી

તેમજ ગામવાર રજુઆતો સાંભળી હતી અને આ પ્રશ્ર્નોના ઝડપી નિરાકરણ લાવવા માટે અધિકારીઓ ને સુચનાઓ આપી હતી. ખેડુતોના હિતની આ બાબતે ખૂબજ ગંભીરતા નો નિર્ણય લેવાતા લગત ગામોના સરપંચો તેમજ  ઉપસ્થિત બહોળી સંખ્યામાં ખેડુત આગેવાનો સૌ સાથે મળી સાંસદસભ્ય પૂનમબેન માડમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment