દાહોદ જિલ્લામાં સતત સાત કલાક થી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ….

દાહોદ, દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો ધીમીધારે વરસાદ…. દાહોદ જિલ્લામાં સતત સાત કલાક થી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ…. દાહોદ શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં ધીમીધારે પડી રહ્યો છે વરસાદ…. ખેડૂતો બહુ સમયથી વરસાદની રાહ જોતા હતા વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો…. રિપોર્ટર : વિજય બચ્ચાની ,દાહોદ

Read More

પાવીજેતપુરના લગભગ બધા ગામોના “કોઝ વે” પર નદીનું પાણી ફરી વળ્યુ

પાવીજેતપુર, છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયુ છે. છેલ્લા ૩ દિવસથી જિલ્લામાં દરેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ પડતો હોય, જેને લઇને પાવીજેતપુર તાલુકામાં આવેલ અંતરિયાળ ગામોને જોડતા દરેક કોઝવે ઉપર નદીના પાણી ફળી વળ્યા છે. જેમાં ડુંગરવાંટથી જાંબુઘોડા જવાના કોઝવે અને ભિખાપુરાના ગઢ ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફળી વળતા વાહનવ્યવહાર બિલકુલ બંધ થઈ ગયો હતો. ડોલરિયા ગામ નજીકથી પસાર થતી સુકેતી નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેથી નદીની સામે કિનારે…

Read More

અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેથી તમામ નાગરિકો સુરક્ષિત રહે તેવી અપીલ-SMC

સુરત, આજે ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેથી તમામ નાગરિકો સુરક્ષિત રહે તેવી અપીલ-SMC દ્વારા કરવા માં આવીહતી. આજ રોજ બપોરના સમય બાદ ઉકાઇડેમમાંથી ૧ લાખ ક્યુસેકની આસપાસ પાણી ડિસ્ચાર્જ થવાનો હોય સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારવાની શક્યતા રહેલી હોય ખાસ તકેદારી રાખવા વિનંતી તથા સુરત મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે માટે જરૂરી સહકાર આપવા વિનંતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More