સુરત,
આજે ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેથી તમામ નાગરિકો સુરક્ષિત રહે તેવી અપીલ-SMC દ્વારા કરવા માં આવીહતી. આજ રોજ બપોરના સમય બાદ ઉકાઇડેમમાંથી ૧ લાખ ક્યુસેકની આસપાસ પાણી ડિસ્ચાર્જ થવાનો હોય સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારવાની શક્યતા રહેલી હોય ખાસ તકેદારી રાખવા વિનંતી તથા સુરત મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે માટે જરૂરી સહકાર આપવા વિનંતી.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત