પંચમહાલ, ગોધરા, પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૧ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૫૦૯ થવા પામી છે. નવા મળી આવેલા ૨૧ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૬ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૪ અને કાલોલમાંથી ૦૪ કેસ અને હાલોલમાંથી ૦૭ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૪૧૬ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૦૩ અને ગોધરા ગ્રામ્યમાંથી ૧ કેસ અને ઘોઘમ્બા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૯૩ થવા પામી છે.…
Read MoreDay: August 1, 2020
ગીરસોમનાથ જિલ્લા કોવિડ હોસ્પિટલ ખાતે લવાયેલ યુવતી નું મોત
ગીર સોમનાથ, ગીરસોમનાથ જિલ્લા કોવિડ હોસ્પિટલ ખાતે લવાયેલ યુવતી નું મોત થતા તેના પરિવાર જનોએ હોસ્પિટલમાં કોવિડ હેલ્પ ડેસ્ક પર તોડફોડ કરી….. સ્ટાફ અને હોસ્પિટલમાં સેવા આપી રહેલ ખાનગી તબીબ સાથે મારામારી અને તોડફોડ કરતા ડોકટરોમા રોષ… ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ના ડોકટરો હોસ્પિટલે પહોચ્યા… અપરાધિઓની તાત્કાલિક ધરપકડ ની માંગ રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreશ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ નું આયોજન
ગીર સોમનાથ, તા: ૩૧/૦૭/૨૦૨૦ થી ૬/૦૮/૨૦૨૦ સુધી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી , વેરાવળ દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહનું ઉદ્ઘાટન ૩૧ તારીખે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સંસ્કૃત ભાષાના પ્રચારક તેમજ સંસ્કૃત સંવર્ધન પ્રતિષ્ઠાનના ન્યાસી શ્રી ચમૂકૃષ્ણ શાસ્ત્રી એ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ પ્રો ગોપબંધુ મિશ્ર રહ્યા હતા. કાર્યક્રમના અંતે કુલસચિવ ડો. દશરથ જાદવ એ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું ઓનલાઇન પ્રસારણ ફેસબુક પર કરવામાં આવેલ હતું જેમાં ૭૦૦ જેટલા લોકો જોડાયા હતા તેમજ વેબેક્સ…
Read Moreરાજકોટ શહેર દારૂના ગુનામાં રિમાન્ડ પર રહેલા આરોપીના મિત્ર પાસે ૮૦ હજારની લાંચની માંગણી કરનાર પોલીસમેનને A.C.B એ પકડી પાડ્યો
રાજકોટ, રાજકોટ શહેર ભક્તિનગર ડી.સ્ટાફનો L.R.D કોન્સ્ટેબલ (લોકરક્ષક) મેહુલ ડાંગર આબાદ સપડાઇ ગયો છે. દારૂના ગુનામાં રિમાન્ડ પર રહેલા આરોપીના મિત્ર પાસે ૮૦ હજારની લાંચની માંગણી કરનાર પોલીસમેનને A.C.B એ રાતે જ પોલીસ મથકમાંથી અટકાયતમાં લઇ તેના ઘરની જડતી કરી હતી. પોલીસમેન લાંચના છટકામાં સપડાઇ જતાં પોલીસબેડામાં સન્નાટો પ્રસરી ગયો છે. ભક્તિનગર પોલીસે થોડાં સમય પહેલાં હરિયાણા, ગુડગાંવથી પ્લાસ્ટિકના બેરલમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી. ૨ આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં સિરાજ નામના શખ્સની સંડોવણી ખુલી હતી. આરોપીના મિત્ર સાથે ૮૦ હજારમાં સેટીંગ કર્યું, ૭૦ હજાર દેવા…
Read Moreરાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અપહરણના ગુનામાં ૧૨ વર્ષથી વોન્ટેડ વૃદ્ધ આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પકડી પાડેલ છે
રાજકોટ, રાજકોટ શહેરમાં પેરોલ જમ્પ કરીને અને વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમના P.S.I અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ખાનગીરાહે મળેલી હકીકત આધારે મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામનો અને હાલ રામાપીર ચોકડીએ શાસ્ત્રીનગરમાં રહેતા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ૨૦૦૯ ના અપહરણના ગુનામાં નાસતા ફરતા ચમનભાઈ નાનજીભાઈ ગોહિલ નામના ૫૯ વર્ષીય વૃદ્ધ આરોપીને ઘર નજીકથી ઝડપી લઇ વધુ તપાસ અર્થે ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે છોટુનગર ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ. ૧૩૭૮ લોકોનું સ્ક્રીનીંગ કરાયુ
રાજકોટ, રાજકોટ શહેર ૧૩૭૮ જેટલા શાકભાજી વેચનાર વેપારી, ફેરીયાઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતું. સ્થળ પર તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેવી વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવી હતી. ૧૫ જેટલા ડોકટર્સની ટીમ દ્વારા તમામ લોકોનું સ્કીનિંગ કરી તેમને સિમટમ્સ જણાય તો તેમનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ. શહેરનાં તમામ સુપર સ્પ્રેડર્સનું આગામી દિવસોમા તબકકાવાર અલગ અલગ વિસ્તારમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. સુપર સ્પ્રેડરોનું હેલ્થ ચેકઅપ થઈ ચૂકયું છે. તેમજ કાર્ડ ઈશ્યું કરી અપાયા છે. તેવા તમામ સુપર સ્પ્રેડર કે શાકભાજી ફેરીયાઓએ ફરજિયાત આ કાર્ડ ગ્રાહકો…
Read Moreરાજકોટ શહેરમાં નોકરીની લાલચ આપી યુવતિનું યૌન શોષણ કરી. પીડિતા પાસે રૂ.૧૯.૨૦ લાખ પડાવી, ૮ લાખના ચેક લખાવી લીધા
રાજકોટ, રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને ઇમરાન હનીફભાઇ ડેલા નામના શખ્સે નોકરીના બહાને મળવા બોલાવ્યા પછી પ્રેમજાળમાં ફસાવીને લગ્નનું વચન આપી અલગ અલગ હોટલમાં લઇ જઇ અનેક વખત હવસનો શિકાર બનાવી હતી. પીડિતાને મારકૂટ કરી, ફોટા, વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને યૌન શોષણ કરનાર શખ્સે તાજેતરમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે આરોપીને અટકાયતમાં લઇ લીધો છે. આરોપી ઇમરાન અઢી વર્ષ પહેલાં કાર લેવી છે. તેમ કહી પાછા આપી દેવાની શરતે રોડકા ૨ લાખ લઇ ગયો હતો. ત્યાર…
Read More