રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો થયો ઘટાડો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  • છેલ્લા પાંચ વર્ષમાં બે કે તેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને એક કે તેથી વધુ નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ • મેન્ટર પ્રોજેકટ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સને દરેક જીલ્લાઓમાં અસરકારક તાલીમ અપાઇ • આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે સતત વોચ રાખવી અને આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્નો કરવાની મેન્ટરની મુખ્ય જવાબદારી

Read More

સરકારી વિનયન કૉલેજ તિલકવાડા દ્વારા બે દિવસીય “પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ કોઈપણ વ્યક્તિના જીવનમાં ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવાનું કાર્ય કરતી કોલેજ એ માત્ર શૈક્ષણિક સંસ્થા જ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું મહત્વનું કેન્દ્ર પણ છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે ત્યારે પ્રકૃતિકનું જતન અને પ્રાકૃષિ ખેતી એક ઉત્તમ વિકલ્પ બની રહ્યો છે. જંગલોના સંવર્ધન અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે કોલેજો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સરકારી વિનયન કૉલેજ તિલકવાડા અને સામાજિક વનીકરણ વિભાગ-તિલકવાડા રેંજના સંયુક્ત ઉપક્રમે કૉલેજનાં આચાર્ય ડૉ.એમ.એમ. ડામોરના માર્ગદર્શન હેઠળ તા. ૦૬ અને ૭મી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન બે…

Read More

રાજકોટ ઝોનનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ તેમજ ‘માતા યશોદા એવોર્ડ-૨૦૨૧-૨૨’ વિતરણ સમારોહ તથા ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત બાળ ઉપયોગી પ્રદર્શન’

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયાની અધ્યક્ષતામાં ‘પા પા પગલી પ્રોજેક્ટ’ અંતર્ગત રાજકોટ ઝોનનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ તેમજ ‘માતા યશોદા એવોર્ડ-૨૦૨૧-૨૨’ વિતરણ સમારોહ તથા ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત બાળ ઉપયોગી પ્રદર્શન’ – એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છ મહિલાઓને માતા યશોદા એવોર્ડ, ભૂલકા મેળાની વિજેતા કૃતિઓ તથા ટી.એલ.એમ. (ટીચીંગ વિથ લર્નિંગ મટિરિયલ) નિદર્શનના વિજેતાઓને ઈનામ તથા વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભૂલકા મેળાના કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ઝોનના ૧૨ જિલ્લાની વિવિધ આંગણવાડીઓનાં બાળકોની ટીમો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં…

Read More

જસદણ શહેર ખાતે વિવિધ વિકાસકામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કરાયું

હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ શહેરના રૂ. ૭૦૧.૦૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસકામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે ચિતલીયા રોડ પહોળો / વાઈડનીંગ કરીને વિવિધ સ્ટ્રકચર સાથે નવો બનાવવાના કામ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે જસદણના જુદા-જુદા વિસ્તારમાં રોડ રીસર્ફેસીંગ – વરસાદથી નુકશાન પામેલા ડામર રોડના સમારકામ, નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અન્વયે…

Read More

મોરબી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનો ૨૮૫૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો; ખેડૂતોને કૃષિ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, મોરબી         રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળે તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તાલુકાકક્ષાએ બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મોરબીના ૫ તાલુકામાં તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બંને દિવસો દરમિયાન પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં તાલુકાદીઠ ૨ એમ કુલ ૧૦ મોડેલ ફાર્મની ૬૦૦ થી વધુ ખેડૂતોએ મુલાકાત લીધી હતી. મોરબી જિલ્લામાં રવિ કૃષિ…

Read More

૧૦ ડિસેમ્બરે મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ,  મોરબી પોલીસ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને પ્રોત્સાહિત કરાશે મોરબીમાં ૧૦ ડિસેમ્બરના રોજ પોલીસ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવાના હેતુથી મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રાજ્યની દીકરીઓ તથા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક બને શારીરિક રીતે સંપન્ન અને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત બેટી બચાઓ, બેટી પઢાઓ…

Read More

હિંમતનગરના નાંખી ખાતે એનિમિયા, વ્યસનમુકતિ અને એન.સી.ડી અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, હિંમતનગર ભારત સરકાર દ્વારા આરોગ્ય અને માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ અમલી કરાઈ છે. જે ગુણવતાયુકત સેવાઓ દ્વારા આપણને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. માતા મરણ અને બાળમરણ દર નીચે લાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત હિંમતનગરના નાંખી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય સલમાબેન અસારીની અધ્યક્ષતામાં અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં એનિમિયા, વ્યસનમુકતિ અને એન.સી.ડી અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયત સદસ્યશ્રી સલમાબેન અસારીએ હિમતનગરના અંતરિયાળ આદિવાસી તાલુકામાં આરોગ્ય શાખા દ્વારા આ પ્રકારના જાગ્રુતિ…

Read More

ખેલમહાકુંભ ૩.૦ ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું

હિન્દ ન્યુઝ, સુરત              સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા યોજાનાર ખેલમહાકુંભ ૩.૦ માં શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગર પાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાશે. જેમાં શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in પર તા.૨૫ ડિસે.સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવું.             અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના ગ્રુપના ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું. શાળા-કોલેજમાં અભ્યાસ…

Read More

સુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહેસૂલી અધિકારી- કર્મચારીઓને મહેસુલી કાયદા અને પદ્ધતિઓની અદ્યતન જાણકારી મળી રહે, તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે જિલ્લા કક્ષાએ સમયાંતરે મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના મહેસુલ અધિકારી-કર્મચારીઓની રિફ્રેશર તાલીમ યોજાઈ હતી. પીપલોદ સ્થિત શારદાયતન વિદ્યાલયના સભાગૃહમાં આયોજિત તાલીમમાં મહેસૂલી કાયદાઓનાં તજજ્ઞોએ દ્વારા વિવિધ કાયદાઓની સમજ આપી હતી. લોકહિતમાં રોજબરોજના મહેસૂલી, લોકલક્ષી કાર્યોમાં એકસૂત્રતા આવે, નાગરિકો-અરજદારોને સરળતાથી મહેસૂલી કાર્યોનો ઉકેલ મળે, તેમની રજૂઆતો-સમસ્યાઓનું નિવારણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ…

Read More