ખેલમહાકુંભ ૩.૦ ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું

હિન્દ ન્યુઝ, સુરત

             સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા યોજાનાર ખેલમહાકુંભ ૩.૦ માં શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગર પાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાશે. જેમાં શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in પર તા.૨૫ ડિસે.સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવું.

            અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના ગ્રુપના ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું. શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાંથી ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ છે એમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના જિલ્લા રમતગમત અધિકારી અને જિ. રમત વિકાસ અધિકારી, જિ. પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિ.શિક્ષણાધિકારી-સુરતની યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment