હિન્દ ન્યુઝ, જસદણ
ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ શહેરના રૂ. ૭૦૧.૦૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસકામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે ચિતલીયા રોડ પહોળો / વાઈડનીંગ કરીને વિવિધ સ્ટ્રકચર સાથે નવો બનાવવાના કામ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે જસદણના જુદા-જુદા વિસ્તારમાં રોડ રીસર્ફેસીંગ – વરસાદથી નુકશાન પામેલા ડામર રોડના સમારકામ, નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અન્વયે રૂ. ૪૭.૧૬ લાખના ખર્ચે જસદણ નગરપાલિકામાં આટકોટ ગેટથી નવા બસ સ્ટેન્ડ સુધીના રોડને આઈકોનીક રોડ તરીકે વિકસાવવાના કામ તથા શહેરના એપ્રોચ રોડની સફાઈ કરવાના કામ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ રૂ. ૧.૮૪ કરોડના ખર્ચે ડમ્પીંગ સાઈટ ઉપર કમ્પાઉન્ડ વોલ, વાયર ફેન્સીંગ, સિકયોરીટી રૂમ, ઓફીસ સાથે સ્ટોર રૂમ, ટોઈલેટ બ્લોક, શેડ, વે-બ્રીજ, વે-બ્રીજ ઓફિસ, વોટર રૂમ અને ટ્રી-મીક્ષ સાથે સી.સી.રોડ બનાવવાના કામ, એમ કુલ ચાર વિકાસકામોનું ખાતમુર્હુત કરાયું હતું.