મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૨૪ તથા ૨૬ ઓક્ટોબરે આયુર્વેદ- હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, મોરબી  મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ‘૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ – હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૪ ઓક્ટોબરના રોજ સવારે ૦૯:૦૦થી ૧૨:૩૦ દરમિયાન હળવદ તાલુકામાં સરકારી દવાખાનું – ચરાડવા, વાંકાનેર તાલુકામાં સેવા સહકારી મંડળી – વાલાસણ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ તથા ૨૬ ઓક્ટોબરના રોજ મોરબી તાલુકામાં નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ – મોરબી ખાતે આયુર્વેદ – હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં…

Read More

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના ૬ થી ૧૯ વર્ષના બાળકોનો સર્વે હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, મોરબી  સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી૧૯ વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of School children) અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા (Children with Special Need) બાળકો સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. આ માટે મોરબી જિલ્લામાં શાળા કક્ષાએ તા.૦૭/૧૧/૨૦૨૪ થી ૧૬/૧૧/૨૦૨૪ સુધી સર્વે હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, જાહેર…

Read More

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે સ્વ સહાય જૂથો ધ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું બહુમાળી ભવન ( કેન્ટીન ની આગળ ) સ્ટોલ મારફતે વેચાણ કરાશે

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા       સાબરકાંઠામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ચાલતી રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વ સહાય જૂથો ધ્વારા વિવિધ પ્રકારની ચીજ-વસ્તુઓનું ઉપ્તાદન કરવામાં આવે છે. આ દિવાળી પર્વ નિમિત્તે સ્વ સહાય જૂથો ધ્વારા ઉત્પાદન કરવામાં આવતી ચીજ-વસ્તુઓ ના વેચાણ માટે બહુમાળી ભવનમાં આજથી સ્ટોલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા વિવિધ પ્રકારની પ્રોડક્ટ જેવી કે રંગ બે રંગી દીવડા, મુખવાસ, ફરસાણ, મીણબત્તી, ઘર સુશોભનની વિવિધ વસ્તુઓ, તોરણ ,હેંગીગ પર્સ વગેરે નું વેચાણ કરવામાં આવશે. સર્વે નાગરિકોને સ્વ સહાય જૂથો મારફતે ઉત્પાદિત…

Read More

વડોદરા, જામનગર અને મહારાષ્ટ્રના ત્રણ પરિવારોને ચાર અનાથ બાળકોને દત્તક પૂર્વેના ઉછેર માટે સોંપતા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી

દિવાળી પહેલા ત્રણ પરિવારોમાં દિવાળી હિન્દ ન્યુઝ, સુરત       વડોદરા, જામનગર અને મહારાષ્ટ્રના ત્રણ પરિવારોને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી-સુરતના માધ્યમથી સુરતના ચાર અનાથ બાળકોને દત્તક પૂર્વેના ઉછેર માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના હસ્તે સોંપવામાં આવ્યા હતા. દિવાળી પહેલા જ આ ત્રણ પરિવારોમાં દિવાળીની ઉજવણીનો માહોલ સર્જાયો છે.           કતારગામ અનાથ બાળાશ્રમ- વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં આશ્રય મેળવી રહેલા ૪ બાળકોમાં બે ૬ અને ૪ વર્ષના સગા ભાઈઓ છે. આ બે બાળબંધુઓને વડોદરાના દંપતિને, એક ૪ વર્ષના બાળકને જામનગરના દંપતિ, અને એક અઢી વર્ષના બાળકને મહારાષ્ટ્ર…

Read More

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે સ્વ સહાય જૂથો ધ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું ગ્રામ્ય કક્ષાએ મોબાઈલ વાન દ્વારા વેચાણ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા       સાબરકાંઠામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ચાલતી રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વ સહાય જૂથો ધ્વારા વિવિધ પ્રકારની ચીજ-વસ્તુઓનું ઉપ્તાદન કરવામાં આવે છે. આ દિવાળી પર્વ નિમિત્તે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી.પાટીદારના માર્ગદર્શન તેમજ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓના સહિયોગ થકી સ્વ સહાય જૂથો ધ્વારા ઉત્પાદન કરવામાં આવતી ચીજ-વસ્તુઓનું સ્થાનિક કક્ષાએ વધુમાં વધુ વેચાણ કરી શકાય તે માટે તમામ તાલુકા કક્ષાએ તા.૨૧/૧૦/૨૦૨૪ થી તા.૨૫/૧૦/૨૦૨૪ સુધી અલગ અલગ ગામોના બે થી પાંચ રૂટ નક્કી કરી રિક્ષા / ઇકો વાહન ભાડે રાખી સ્વ સહાય…

Read More

ઘેલા સોમનાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ      ઘેલા સોમનાથ મંદિરને દ્વારકા અને સોમનાથની જેમ પવિત્ર યાત્રાધામ તેમજ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે અનુસંધાને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ઘેલા સોમનાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સોમનાથ મહાદેવના દર્શન કરી, ટ્રસ્ટના નવાં સભ્યોને આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતની સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પાવાગઢ, સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોને વિકસાવવા રાજ્ય સરકાર પ્રોત્સાહન આપવાની સાથે સાથે આર્થિક સહાય પણ…

Read More

માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં ૧૦૮ સેવાનો સિંહ ફાળો

હિન્દ ન્યુઝ, રાજકોટ        કોટડાસાંગાણી તાલુકાના બગદડિયા ગામમાં સગભૉ માતાને પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮ સેવામાં કોલ કરવામાં આવતાં નજીકની એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. આ સમયે બગદડીયા ગામના વાડી વિસ્તારમાં માતાને અસહ્ય પીડા ઉપડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ બજાવતા ઇ.એમ.ટી હાર્દિક કમલેશભાઈ ગોહેલ અને પાઇલોટ અનિલ પરમારને સગભૉની પ્રસૂતિ સ્થળ પર જ કરવી પડે એવી સ્થિતિ જણાઈ હતી. ફરજ પરના ૧૦૮ કર્મચારી દ્વારા યુદ્ધના ધોરણે તમામ પ્રકારની પ્રસુતિની લગતી તૈયારીઓ સ્થળ પર કરી ત્યારબાદ ઇ.એમ.ટી. હાર્દિક ગોહેલે અન્ય ૨ મહિલાનો સહયોગ લઇ સતત ટેલિફોનિક સંપર્કમાં રહીને ૧૦૮ ના ડો.પરમાર…

Read More

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ બનાવાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ        ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. વિદ્યાર્થી પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે ઇન્ડિયન એરફોર્સ સિલેકશન મુંબઈ અને રોજગાર કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્ર સિંહજી આર્ટસ કોલેજ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં ભારતીય વાયુદળના કોર્પોરલ જયદીપસિંહ પરમાર અને સાર્જન્ટ નરેન્દ્રસિંહ શેખાવતે વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા અને “અગ્નિવીર વાયુ યોજના” સહિતની કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી આપી હતી.

Read More

રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ માટે INTACH દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ 3.૦ નું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે INTACH દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ 3.૦ નું આયોજન થયું હતું. આ ઇવેન્ટ INTACH રાજકોટ ચેપ્ટર, રાજકોટ સેલ્ફ-ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન, રેડિયો રાજકોટ ૮૯.૬ એફએમ, રોટરી મીડ ટાઉન લાઇબ્રેરી અને રાષ્ટ્રીય શાળાના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી.      વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનની વહેંચણી અને તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો હતો. આપણા વારસાને અનુલક્ષીને આ સ્પર્ધામાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૮ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૨ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. જેમાં આપણા વારસાનું જ્ઞાન, ઝડપી વિચાર અને…

Read More

મહિલા સશક્તિકરણ અને પર્યાવરણલક્ષી યોજનાનો અદ્વિતીય સંગમ એટલે સુરત મહાનગર પાલિકાનો પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ

હિન્દ ન્યુઝ, સુરત     સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા શહેરી ગરીબ મહિલાઓને આજીવિકા પૂરી પાડવા માટે અનેક પ્રોજેક્ટ્સનો અમલ કરાયો છે.તેમાંથી એક મહત્વાકાંક્ષી “પિંક ઓટો પ્રોજેક્ટ”ની શરૂઆત વર્ષ ૨૦૧૭માં કરવામાં આવી હતી.આ યોજનાના અંતર્ગત, સુરતમાં પિંક ઇ-ઓટો રિક્ષા સફળતાપૂર્વક સાત વર્ષથી ચાલી રહી છે,ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશ્નર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ૪૭ મહિલાઓ આત્મનિર્ભર બની રોજગારી મેળવી રહી છે. આ યોજના માત્ર સુરક્ષિત મુસાફરી પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ મહિલાઓ માટે સ્થિર રોજગારનો મજબૂત આધાર પણ બની છે. ૨૦૧૭માં મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરાયેલી આ યોજનામાં આજે ૪૭…

Read More