માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં ૧૦૮ સેવાનો સિંહ ફાળો

હિન્દ ન્યુઝ, રાજકોટ

       કોટડાસાંગાણી તાલુકાના બગદડિયા ગામમાં સગભૉ માતાને પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮ સેવામાં કોલ કરવામાં આવતાં નજીકની એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. આ સમયે બગદડીયા ગામના વાડી વિસ્તારમાં માતાને અસહ્ય પીડા ઉપડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ બજાવતા ઇ.એમ.ટી હાર્દિક કમલેશભાઈ ગોહેલ અને પાઇલોટ અનિલ પરમારને સગભૉની પ્રસૂતિ સ્થળ પર જ કરવી પડે એવી સ્થિતિ જણાઈ હતી. ફરજ પરના ૧૦૮ કર્મચારી દ્વારા યુદ્ધના ધોરણે તમામ પ્રકારની પ્રસુતિની લગતી તૈયારીઓ સ્થળ પર કરી ત્યારબાદ ઇ.એમ.ટી. હાર્દિક ગોહેલે અન્ય ૨ મહિલાનો સહયોગ લઇ સતત ટેલિફોનિક સંપર્કમાં રહીને ૧૦૮ ના ડો.પરમાર સાથે સંપર્કમાં રહીને ઇ.એમ.ટી હાર્દિકભાઈએ પ્રથમ નવજાત શિશુનો સફળતાપૂર્વક જન્મ કરાવ્યા બાદ અતિ જટિલ પરિસ્થિતિ સર્જાઈ ત્યાર બાદ ૧૦ મિનિટ પછી બીજા બાળકનો પણ સફળતાપૂર્વક જન્મ કરાવડાવ્યો હતો. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં ૧૦૮ સેવાનો સિંહ ફાળો રહેલો છે.

Related posts

Leave a Comment